મિત્રો તમે બધા બહુચરમાના પરચા તો જાણતા જ હશો, તેવો જ એક અદભુત પરચો કે માતાજીએ નારી માંથી નર કેવી રીતે બનાવ્યા. ઘણા વર્ષો પહેલા શંખલપુર ની બાજુમાં કાલરી નામનું ગામ હતું.કાલરી ઉપર મા બહુચર ની અમી નજર છે. કાલરીના રાજા અને પાટણના રાજા વચને બંધાયા કે દીકરો આપે કે દીકરી આપે સગપણ કરવા. પરંતુ નસીબની વાત કંઈક અલગ જ હોય છે બંને ના ઘરે દીકરીનો જન્મ થયો. પરંતુ વજેસિંહ સોલંકી તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે તેવું બહાર પાડ્યું. તે દિવસે તેમને તેમના દૂત દ્વારા સમાચાર પાટણ પહોચાડ્યા અને સગપણ પાકું થયું.
સમય જતા બંનેના લગ્ન થયા. પાટણ ની દીકરી રાજા જોડે કાલરી આવી પછી તેને ખબર પડી કે તેજમલ નર નહીં પરંતુ નારી છે. રાજપૂતની દીકરી ને જાણ થતા ખૂબ દુઃખ થયું તેને નિસાસો નાખ્યો. દરબાર તમે નારી છો હું પણ આવું છું આ વાતનો પડદો ઉગાડવો નથી. હું તમને વચન આપું છું હું ચોરી ના ફેરા ફરી છું. મને શરીરથી મતલબ નથી તમારી પાઘડીથી મતલબ છે. હું તમારી પાઘડી આબરૂ કોઈ દિવસ નહિ જવા દઉં.
દસ દિવસ પછી દીકરીને તેરી ગયા. દીકરીની માતા ને ખબર પડી જાય છે કે દીકરીને જેવી મોકલી હતી તેવી જ પાછી આવી છે. માતા એ પૂછ્યું દીકરી શું થયું જે હકીકત હોય તે જણાવો. દીકરીએ કહ્યું લગ્ન પહેલા જોવા ગયા હોય તો આ દિવસ ના આવ્યા હોત. હું જેમ તમારી દીકરી છું તેમ તે દરબાર કાલરીની દીકરી છે. તેની માતાએ કહ્યું આ વાત તારા બાપુજીને ખબર ન પડવી જોઈએ પરંતુ દરબાર બહાર ઉભા ઉભા બધી જ વાત સાંભળી ગયા.
રાજા પણ ખૂબ હોશિયાર હતા તેમને કોઈને ખબર ન પડે એ રીતે ખેપિયાને મોકલ્યો કે જા જમાઈની બોલાઈ આવો. ન આવો તો તમને રાજપુતાનીના સોગંદ છે. કાલરી ના રાજ દરબાર પાટણમાં ઘોડી લઈને ઊભા થઈ જાય છે. પાટણ ના રાજા બુદ્ધિ ખૂબ હોશિયાર હતા એટલે તેમની બુદ્ધિથી જમાઈ માટે નાહવા માટે કુંડ નવા બનાવ્યા. પાટણના રાજા એ કીધું પહેલા તમે તેમાં સ્નાન કરો પછી અમે તેમાં સ્નાન કરીશું. રાજાએ તેમના જમાઈ ને સુતરના આરપાર દેખાય તેવા કપડાં આપ્યાં. તેજમલ કપડાં હાથ માં લીધા અને ખબર પડી ગઈ કે હું આ કપડાં પહેરીશ તો અત્યાર સુધી જે છુપાયેલું રાખ્યું તે બહાર આવી જશે. તે સમયે તેજલ જોડે ઊભેલી ઘોડી પર કૂદકો માર્યો અને લઈને ભાગ્યા.
તેઓએ કાલરી જવાની વાટ પકડી તે સમયે પાટણના ઘઢમાં કુતરી હતી તે પણ જોડે જોડે ભાગી. તેમની પાછળ તેમને પકડવા માટે પાટણ ની ફોજ છૂટી. કુતરિ અને તેજલ ભાગતા ભાગતા શંખલપુર ની ઝાડીઓમાં અટવાયા અને થાકીને લોથપોથ થઈ ગયા. તે સમયે તેની આંખોમાં આંસુની ધાર હોય છે અને મા બહુચર ને યાદ કરે છે હે મા બહુચર મને રસ્તો બતાવો. હું અંધારા જંગલમાં અટવાઈ છું તમારા સિવાય કોઈ નથી. તે સમયે બહુચર મા પ્રસન્ન થયા અને તેજલ ને કહ્યું હું તારા સાથે જ છું. પછી બંને નીકળી ગયા આગળનો રસ્તો કાપતા ગયા.
પછી તેઓ થાકીને બહુચરાજીનો સુપ્રસિદ્ધ મંદિર છે તે વરખડી વાળી જગ્યાએ વિસામો લેવા બેઠા. વરખડી વાળી જગ્યાએ પાણી ભરેલું હતું તે પાણી જેવું તેવું નહીં પરંતુ ચમત્કારિક પાણી હતું. તે સમયે બન્યું એવું કે જોડે આવેલી કુતરી પાણી પીવા માટે ત્યાં ગઈ અને ચાર પગ પાણી પડ્યા પછી કુતરી બહાર આવી ને તેજલે જોયું કે તે કુતરી માંથી કૂતરો બની ગયો. પહેલા તો તેમને આ સપનું લાગ્યું પણ જોડે જઈને જોયું તો હકીકત સામે આવી. ત્યારબાદ તેજલ ઘોડીને નવડાવી અને ઘોડી નો કલર બદલાઈ ગયો અને તે ઘોડી માંથી ઘોડો બની ગયો.
તેજલ ને લાગ્યું કે આ બહુચર માનો અદ્ભુત ચમત્કાર છે તેમની આજુબાજુ ધોઈને તેઓ પણ તે પાણીમાં ઉતર્યા અને એવું અદ્ભુત ચમત્કાર થયો કે તેમને મૂછનો દોરો ફૂટ્યો. અને તેજલ તેજમલ બની ગયા. તે દરમિયાન માતાજી ત્યાં પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ ગયા. તે જગ્યાએ નાનકડું મંદિર બંધાયું અને વરખડી નો છાયા અને બહુચર માંનો ખોળો દુખિયાને હૂંફ અને છાયા વરસાવે છે.
પછી તે રાજા પાટણ ની દીકરીને તેડી લાવ્યા અને સુખી જીવન જીવવા લાગ્યા. આજે પણ ભક્તો બહુચર માને પૂરી શ્રદ્ધાથી માને છે.