ભારતમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને કારણે ઈલેક્ટ્રોનિક વાહનોની માગમાં વધારો જોવા મળી રહ્યો છે અને ઘણી ટુવ્હીલર અને ફો વ્હીલર કંપનીઓ એકથી ઉપર એક ઈલેક્ટ્રિક બાઇક, સ્કૂટર અને કારો લોન્ચ કરી રહ્યા છે. હવે ભારતમાં સૌથી વધુ વેચાતી બાઇક Hero Splendor ની ઈલેક્ટ્રિક કિટ પણ લોન્ચ કરી દેવામાં આવી છે. જે યૂઝર્સ માટે સાચા સમાચાર છે.
જે લોકો Hero Splendor ખરીદવાના છે અને પેટ્રોલ ખર્ચથી બચવા માગે છે. તેમના માટે હવે વિકલ્પ છે કે તેઓ પોતાની ફેવરેટ બાઇકમાં ઈલેક્ટ્રિક કિટ લગાવીને પૈસા બચાવી શકે છે. આ ઈલેક્ટ્રિક કિટના વપરાશ માટે RTOની મંજૂરી મળી ગઇ છે.
કુલ ખર્ચ અને બેટરી રેંજ
Hero Splendor EV કર્ન્વઝન કિટ મહારાષ્ટ્રના ઠાણે સ્થિત ઈલેક્ટ્રિક સ્ટાર્ટ અપ કંપની GoGoA1એ લોન્ચ કરી છે. જેની કિંમત ૩૫૦૦૦ રૂપિયા છે. તેની સાથે જ તમારે ૬૩૦૦ રૂપિયા GSTના આપવા પડશે. તો વળી તમારે બેટરી કાસ્ટ પણ અલગથી આપવા પડશે. કુલ મળીને ઈવી કર્ન્વઝન કિટ અને બેટરીનો ખર્ચ ૯૫૦૦૦ રૂપિયા થઇ જશે. ત્યાર પછી Hero Splendor તમે કેટલા રૂપિયામાં ખરીદો છો તે અલગ. એવામાં Hero Splendor ઈલેક્ટ્રિકની કિંમત ઈલેક્ટ્રિક કિટની સાથે મોંઘી પડે છે. આ ઈલેક્ટ્રિક કિટ પર ૩ વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. તો GoGoA1 કંપનીનો દાવો છે કે આને સિંગલ ચાર્જમાં ૧૫૧ કિમી સુધી ચલાવી શકાય છે.
જણાવીએ કે, હાલમાં ભારતમાં પોપ્યુલર કંપનીઓએ એવી ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી નથી જેનાથી ફોસિલ ફ્યૂલ વેરિયન્ટનું બંપર વેચાણ થઇ રહ્યું હોય. એવામાં લોકોની સામે સ્ટાર્ટ કંપનીનો આ વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. જે જોવા જઇએ તો ખાસ્સો મોંઘો છે. આવનારા સમયમાં હીરો, બજાજ અને યમાહા, હોન્ડા સહિત ઘણી ટવ્હીલર કંપનીઓ ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ કરશે. હાલમાં ભારતમાં Revolt Electric Bikesની સાથે અન્ય નાની મોટી કંપનીઓની ઈલેક્ટ્રિક સ્કૂટરનું બંપર વેચાણ થઇ રહ્યું છે.