મોટા ભાગે કોઈએ લાલ ભીંડા નહિ ખાધા હોય. સૌ કોઈ પોતાના ઘરમાં લીલા રંગના જ ભીંડા ખાતા હોય છે. લાલ ભીંડા જોવામાં અને સાંભરવામાં અજીબ લગતા હશે પણ તે ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. ભોપાલના ખજુરીકાળ ગામમાં ઉગાડવામાં આવેલા લાલ ભીંડા સૌના મોઢા પર છે. એક ખેડૂત મીશ્રીલાલ રાજપૂત થોડા સમય પહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજિટેબલ રિચર્ચ સેન્ટરમાં ગયા હતા. તે સમયે તેમને લાલ ભીંડા વિષે ખબર પડી તો તમને તેમના ખેતરમાં લાલ ભીંડા ઉગાડ્યા.
આમ જોવા જઈએ તો લાલ ભીંડા વિદેશનો પાક છે પણ તે હવે ભારતમાં પણ ઉગવા લાગ્યો છે. ભારતીય શાકભાજી સંશોધન સંસ્થાએ મૂળ જાત કાશી લાલિમા તૈયાર કરી છે. આને તૈયાર કરવામાં ૮ થી ૧૦ વર્ષનો સમય લાગ્યો હતો. ભોપાલ ના ખેડૂત ૨૪૦૦ રૂપિયે કિલો તેનું બિયારણ લાવ્યા હતા. તેમને વાવ્યા પછી તેના ફરી ભીંડા બેસવાના શરૂ થાય તો આસપાસના લોકો પર તે ચર્ચાનો વિષય બની ગયો હતો. એક એકર જમીનમાં ૪૦ થી ૫૦ કવીન્ટલ લાલ ભીંડાનું ઉત્પાદન થઇ શકે છે. હવામાન સારું હોય તો તે ૮૦ કવીન્ટલે પહોંચી શકે છે.
મીશ્રીલાલ રાજપુતનું કહેવું છે કે તેઓ આને સામાન્ય બજારમાં નહીં વેચે કારણકે આ ભીંડા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકરક છે.તેઓ આને કોઈ સારા સુપર માર્કેટમાં જઈને વેચશે. આ ભીંડાની એક કિલોની કિંમત ૮૦૦ રૂપિયા છે.
આ ભીંડાની સૌથી સારી વાત એ છે કે તેમાં કોઈ પ્રકારના કીડા કે જીવાણુઓ પડતા નથી, કારણકે તેનો રંગ લાલ હોય છે. જીવ જંતુઓને લીલો રંગ વધુ પસંદ હોય છે. તેની ખાસ એ વિષેસતા છે કે તેમાં એન્થોસાયનિન નામનું એક તત્વ હોય છે, જે ગર્ભવતી મહિલાઓ, બાળકોનો માનસિક વિકાસ અને ચમકદાર સ્કિન માટે ઉપયોગી છે. તેટલુ જ નહીં પરંતુ ભીંડાથી હૃદય રોગ , ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ઓછી થાય છે.