અઠવાડિયા પહેલા અમદાવાદ સોલા સિવલમાંથી નવજાત જન્મેલી બાળકીનું અપહરણ કરનારી મહિલા ઝડપાઇ આ કરણથી કર્યું હતું અપહરણ

Uncategorized

થોડા દિવસ પહેલા અમદાવાદ સોલા સિવિલમાંથી નવજાત બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલા ત્રીજા માળે આવેલા વોર્ડ માંથી એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાની જાણ પોલીસ ને કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી.આ બાળકીને શોધવા માટે સોલા પોલીસ સ્ટેશના ૭૦ જેટલા પોલીસકર્મી અને સાથે કાઇમબાંચની મદદ લેવામાં આવી હતી.પોલીસે રાત દિવસ શોધખોર કરીને દીકરીને શોધીને તેમના માતા પિતાને સોંપવામાં આવી હતી.પોતાની દીકરી ને પછી જોઈ માતા પિતાની ચેહેરા ઉપર ખુશી જોઈ શકતી હતી.

31 ઓગસ્ટ બાળકીનો જન્મ સોલા સિવિલ હોસ્પિટલ માં થાય છે.તેમને સોલા સીવંલના ત્રીજા મારે દાખલ કરવામાં આવ્યા હતા.બીજી સપ્ટેમ્બરે રાતે ત્રણ વગ્યા ની આસપાસ કોઈ અજાણી વ્યક્તિ દીકરીનું અપહરણ કરે છે.તેની જાણકરી સરસ્વતી રાજેન્દ્ર જે અમેઠીના વતની છે તેમને આ વાતની જાણકારી પોલીસને આપી હતી ત્યાર બાદ પોલીસ એ શોધખોર ચાલુ કરી હતી

પોલીસે બાળકીને શોધવા માટે એક ટિમ બનાવી.પોલીસે હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરા ચેક કરવાનું ચાલુ કર્યું તે સાથે પોલીસે પોતાના બાતમીદારને પણ એલર્ટ કર્યા હતા.સોલા પોલીસ સ્ટેશનો આખો સ્ટફ આ બાળકીને શોધવા માટે અલગ અલગ ખૂણે થી તપાસ કરતો હતો.પોલીસે બાળકીનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો જેથી તેના કોઈ સમાચાર મળી શકે

પોલીસ જયારે બાળકીને શોધખોર કરી રહી હતી ત્યારે પોલીસના એક બાતમી મળી હતી.જુહાપુરામાં રહેતી નગ્મા નામની મહિલા જોડે એક નવજાત જન્મેલું બાળક છે.પોલીસે બાતમીના આધારે નગ્મા ના ઘરની આજુ બાજુ પુછતાજ કરવાનું ચાલુ કર્યું અને સોલા સિવિલ માંથી ગુમ થયેલી બાળકી નગ્મા જોડે છે તે વાત ની પાકી ખાતરી કર્યા પછી બાળકીને બચાવી લેવામાં આવી

જુહાપુરામાં રહેતી નગમા નામની મહિલાને લગ્ને સાત વર્ષ થયા હતા તો પણ તેને સંતાન થયું ન હતું.નગમાને એક બાળક જોવતું હતું તેથી તે અલગ અલગ હોસ્પિટલમાં જઈ બાળકને ઉઠાવી લેવાના પ્લાન બનાવતી હતી તેથી નગમાએ સોલા સિવિલ માંથી બાળકીનું અપહરણ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *