એક છોકરો હતો તેને ગાવા કરતા વગાડવાનો વધુ શોખ હતો. શાળામાં તેના મિત્રો તેને ઢોલી કહીને બોલાવે છે. તો જાણો આ છોકરો મોટો ગાયક કેવી રીતે બન્યો. આજના આધુનિક યુગમાં પ્રાચીન સંસ્કૃતિ સુગમ ક્લાસીસ, ગઝલ અને સૂફી સંગીતનું મિશ્રણ કરનાર તે સિવાય બેબીને બોર્નવીટા પીવડાવો તેમજ ઝામો ભમરીયારો ફેમ સિંગર ઉમેશ બારોટની જીવન ગાથા વિષે જાણો.
તેમના માતા પિતા બંને સારા લોક ગાયક છે. તેમને પણ સંગીત નું જ્ઞાન વારસાંઠી મળ્યું છે. કહેવાય છે ને મોરના ઇંડા ચીતરવા ન પડે. તેમનો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. તેમને ઓરખ અપાવનાર ગીત ગાયો ના ગોવારિયા તેમના કાકા એ જ લખ્યું હતું. તે ગીત દ્વારા ઉમેશ બારોટ ને ખુબ લોક ચાહના મળી હતી. તેઓ ફક્ત ૯ વર્ષની ઉંમરમાં તેમના પિતા સાથે સંતવાણી કાર્યક્રમમાં જતા રહેતા હતા. તેઓ ત્યાં દરેક પ્રકારના વાજિંત્રો વગાડતા હતા.
તેઓ સ્કુલમાં પ્રાર્થનામાં ઢોલ વગાડતા માટે તેમના મિત્રો તેમને ઢોલી કહેતા હતા. ત્યારબાદ તેમના પિતાને તેમનામાં કંઈક દેખાયું એટલે તેમને ઉમેશ બારોટને વડોદરાની મસ યુનિવર્સીટીમાં ૩ વર્ષનો પર્ફોર્મિંગ આર્ટસ નો કોર્સ કરાવ્યો. તે પછી તેમના સંગીતની શરૂઆત થઇ. પછી તેમને etv નો એક શો લોકગાયક પ્રોગ્રામમાં ભાગ લીધો અને તેમાં વિજેતા થયા. તે શોના કારણે તેમની લોકચાહના વધી ગઈ. પછી તેમને એક આગવી ઓરખ મળી.
તે પછી તેમને પ્રોગ્રામ મળવા લાગ્યા તે સમયે તેમની પાસે કાર નહોતી તો તેઓ બસમાં જતા હતા ત્યારે તેમને જોઈને લોકોના તોરે તોરા વળી જતા હતા. ત્યારે તેઓ મોં પર રૂમાલ બાંધી રાખતા હતા. એક સમયે તેમના પિતાનો અકસ્માત થતા તેમનો હોસ્પિટલ ખર્ચ ૩૫ લાખ રૂપિયા આવ્યો હતો અને તેમની પાસે મોડ ૧ લાખ રૂપિયા હતા. જેમ તેમ કરી તેઓ તે દેવામાંથી બહાર નીકર્યા.
તેમને ગણા સફર ગીતો આપ્યા છે જેને તમે યુ ટ્યૂબ પર જોઈ શકો છો. તેમને બે ફિલ્મો પણ કરી છે તેમાં તેમને એક ફિલ્મમાં બેસ્ટ સિંગરનો ગુજરાત સરકારે એવોર્ડ પણ આપ્યો છે. તેઓ કહે છે કે પૈસાથી નહીં પણ પ્રોત્સાહથી જીવીએ છીએ. તેઓ દેશ વિદેશમાં પણ શૉ કરી રહ્યા છે. તેઓ દર વર્ષે કામાખ્યા દેવીના દર્શને જાય છે. તેઓ લોકોનું ભલું કરવામાં ખુબ મને છે.