છોકરી ના લગ્ન માટે એક ખેડૂતે તેની ગાયો વેચી એના પછી પોલીસે એવું તો શું કર્યું કે લોકોના હોંશ ઉડી ગયા.

Uncategorized

આ ખેડૂત ઝારખંડના સાહિબગંજ નો છે તેનું નામ સુકેશ ગોસ હતું. જ્યારે સુકેસ ની છોકરી નો સબંધ નક્કી થયો એટલે તેને ચિંતા થવા લાગી કારણકે લોકડાઉન થવાથી તેના પાસે એક પૈસો પણ ન હતો. તેને કઈ પણ સમજાતું ન હતું કે તેની છોકરી ના લગ્ન કરે તો કઈ રીતે કરે.

બે મહિનાથી તેના જોડે એક પણ પૈસાની આવક હતી નહીં. તેને વિચાર્યું લગ્ન માટે તેની બે ગાયો વેચી દેશે પછી તે ગાયો વેચવા નીકળી પડ્યો. પશ્ચિમ બંગાળથી આવેલા વેપારીઓ જોડે તેની મુલાકાત થાય છે. અને તે ગાયો તેમને વેચી દે છે.

ગાયો વેચ્યા પછી સુકેશ ને લાગ્યું કે તેની છોકરી ના લગ્ન આરામથી થઈ જશે. તેને તૈયારીઓ પણ ચાલુ કરી દીધી પરંતુ થોડી જ વારમાં ગામમાં પોલીસની ગાડીઓ આવે છે અને તે વેપારીઓને ગિરફતાર કરવામાં આવે છે. પોલીસે વેપારીને પૂછ્યું તેણે ગાયો કોના જોડે થી ખરીદી છે. તો તેને સુકેશ નું નામ આપ્યું.

પોલીસે સુકેશ ને પણ ગિરફતાર કર્યો. મામલો દર્જ કરી તેને જેલ મોકલી દેવામાં આવ્યો જ્યારે આ વાતની ખબર સુકેશના ભાઈને થઈ ત્યારે તરત જ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો. તેનો ભાઈ ન્યાય માટે દલીલ કરવા લાગ્યો પરંતુ પોલીસે કહ્યું સુકેશ ને ગિરફતાર ના કર્યો હોતતો ગામમાં લડાઈ થવા લાગશે બધા એકબીજાના લોહીમાં રંગાઈ જશે.

સુકેશ ની વાત મીડિયા સુધી પહોંચી ગઈ હતી સુકેશ ના ભાઈએ મીડિયાને બતાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ એકદમ ખરાબ છે. તેને તેની છોકરી ના લગ્ન માટે મજબૂરીમાં ગાયો વેચી હતી. પરંતુ પોલીસે કોઈપણ કારણ વગર તેને ગિરફતાર કરી લીધો છે.

જ્યારે મીડિયાવાળા તપાસ માટે ડી.એસ.પી ને મળ્યા એટલે તેમને કહ્યું સુકેશ ગાયોની લે વેચ કરતો હતો પરંતુ મીડિયા એ આડકતરી રીતે સવાલ પૂછ્યા એટલે ખબર પડી કે સુકેશ ને ગાય ને વેચી હતી તે જગ્યાએ બોલાવીને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. ઝારખંડમાં પશુ હત્યાં પર પ્રતિબંધ લે વેચ પર પ્રતિબંધ છે એટલા માટે સુકેશ ને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. આની માહિતી ગામના લોકોએ જ આપી હતી.

તેનો વકીલ કહેે છે કે તે ગાયોનો વેપાર નહોતો પરંતુ તેને તેની મજબૂરી માં આમ કરવું પડ્યું હતું. આવી ભારતના કિસાનોની હાલત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *