હાલ દેશમાં ગણેશ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી ખુબ ધામ થી ઉજવામાં આવે છે.ગણેશની કૃપા પોતાના ઘર અને પરિવાર ઉપર વરસવા માટે ભગવાન ગણેશની સ્થાપના પોતાના ઘરે કરવામાં આવે છે.ભગવાન ગણેશની સ્થપના કર્યા પછી ત્રણ દિવસ,પાંચ દિવસ,સાત દિવસ,કે દસ દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે.આ સાથે ભગવાન ગણેશ પોતાના સાથે ઘરના બધા દુઃખ દર્દ લઇ જાય છે.પણ જયારે ભગવાન ગણેશના મંદિર માંથી એક ચોર ચોરી કરીને જાય છે ત્યારે ભગવાન ગણેશ એક એવો ચમત્કાર દેખાડે છે .તે જોઈને લોકોના હોશ ઉડી ગયા
આ ઘટના મહારાષ્ટ્ર રાજ્યના એક નાનકડા ગામની છે જ્યાં પતિ પત્ની બંને જોડે રહેતા હતા પતિનું નામ મુકેશ હતું જયારે પત્નીનું નામ કપીલા હતું.મુકેશને ભગવાન ઉપર કોઈ પણ જાતનો વિશ્વાસ ન હતો તેથી તે ભગવાન વિષે ખરાબ બોલતો હતો.તેની પત્ની કપિલાને ભગવાન ઉપર ખુબ શ્રદ્ધા હતી તે હંમેશા ઘરમાં પૂજા પાઠ કરતી હતી.કપીલા જયારે પૂજા પાઠ કરે તે મુકેશને ગમતું નહતું તે વાત લઈને બંને માં વારંવાર ઝગડા થતા હતા.પણ કપિલાએ ગણેશજી ની પૂજા કરવાનું બંધ કર્યું નહતું તે રોજ ગણેશજી ની પૂજા કરતી હતી.
ગામના મંદિરમાં ગણેશ ચતુર્થી તૈયારી ચાલતી હતી ત્યાં એક પુજારીની જરૂર હતી તો મુકેશ પૂજારી નો વેશ ધારણ કરીને મંદિરમાં પૂજા કરવા જાય છે.તે થોડા દિવસ પૂજા કરી મંદિરમાં દાન પેટી માં આવેલા પૈસા લઈને ભાગી જાય છે.આ વાત ની જાણ ગામના લોકોને થાય છે તો તે બધા લોકો મુકેશ ઘરે જાય છે.તેની પત્ની બધા પૈસા પાછા આપે છે.
ગામ લોકો દગાબાજ મુકેશને શોધતા હતા તો તેની પત્ની કપીલા જવાબ આપે છે કે જયારે મુકેશ પૈસાની ચોરી કરીને આવતો હતો ત્યારે તેને રસ્તામાં એક ભયંકર અકસ્માત થયો અને તે હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાય છે.કપીલા ની ભક્તિ થી ગણેશ પ્રસન્ન થાય છે.મુકેશ ને સાજો કરે છે તે જાણીને મુકેશ પણ ભગવાન ગણેશનો ભક્ત થઇ જાય છે.