બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મો દ્વારા તો ફેન્સનું દિલ જીતે જ છે. સાથે જ જાહેરાતો દ્વારા પણ લોકોને સજાગ કરે છે. કેબીસી દરમિયાન બિગ બી આરબીઆઈની જાહેરાત કરતા દેખાય છે. તેને માટે ફેન્સ તેમના વખાણ પણ કરે છે. પરંતુ, આ વખતે બિગ બીએ એક એવી જાહેરાત કરી છે, ત્યારબાદ ચારેબાજુથી તેમની ટીકા કરવામાં આવી રહી છે. અમિતાભના ફેન્સ તેમના આ રૂપથી ચોંકી ગયા છે.
માહિતી અનુસાર, બિગ બીએ હાલમાં જ કમલા પસંદની જાહેરાત કરી છે. તેમા તેમની સાથે રણવીર સિંહ પણ દેખાઈ રહ્યો છે. ફેન્સને અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિ દ્વારા કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરવાનું પસંદ નથી આવ્યું અને હવે સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરવામાં આવી રહી છે. બિગ બીના ફેન્સ તેમને પૂછી રહ્યા છે કે, આખરે તેમને આ પ્રકારની જાહેરાત કરવાની શું જરૂર છે.
એક ફેન્સે એવું લખ્યું છે, અમિતાભ બચ્ચન તમારી પાસેથી આવી આશા નહોતી. સર તમે કરોડો લોકો માટે એક આદર્શ ઉદાહરણ છો, કરોડો લોકો તમારાથી પ્રેરિત થાય છે. પરંતુ તમે આ પાન મસાલાને પ્રોત્સાહન આપીને સમાજમાં ખોટો સંદેશો મોકલી રહ્યા છો. એક અન્ય યુઝરે લખ્યું- પૈસા માટે કંઈ પણ કરો છો, તમે લોકો શું દેશને આવો સંદેશો મોકલશો. આવા પદાર્થોનું વિજ્ઞાપન બંધ થવુ જોઈએ.
એક અન્ય યુઝરે લખ્યું, ભાઈ સાહેબ આ કઈ લાઈનમાં આવી ગયા તમે? એક યુઝરે લખ્યું- પૈસા માટે તમે આટલી હદ સુધી નીચે જતા રહેશો, અમે વિચાર્યું નહોતું. તમને આ જાહેરાતમાં જોઈને દંગ રહી ગયો હતો. એક યુઝરે અમિતાભને ટ્રોલ કરતા લખ્યું- સદીના મહાનાયક કહેવામાં આવે છે તમને… પૈસા માટે કંઈ પણ?
હાલ, બિગ બી ટીવી શો કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનનું સોશિયલ મીડિયા પર સારું એવુ ફેન ફોલોઈંગ છે. બોલિવુડમાં બિગ બીની જેમ જ ઘણા સ્ટાર્સ છે જે જાહેરાતમાં કામ કરીને સારી એવી કમાણી કરી લે છે. આ જાહેરાત લોકોને ઘણી હદ સુધી રીઝવવામાં સફળ સાબિત થાય છે. લોકો અમિતાભ બચ્ચનને પોતાના આઈડિયલ માને છે, એવામાં તેમના દ્વારા પાન મસાલાની જાહેરાત કરવી યુવાઓને ખોટો મેસેજ આપી શકે છે.
અજય દેવગન ઘણા વર્ષોથી વિમલ પાન મસાલાની જાહેરાત કરી રહ્યો છે. તેણે પણ ઘણીવાર સામે આવીને એ જણાવવું પડ્યું છે કે, તે એલચીની જાહેરાત કરે છે પરંતુ સમય-સમય પર યુઝર્સ તેને ટ્રોલ કરતા રહે છે. હવે અજયની સાથે શાહરૂખ ખાન પણ વિમલની એડમાં દેખાઈ રહ્યો છે.