શનિવારના દિવસે આ ઉપાય કરો જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થશે.

TIPS

દરેકના જીવનમાં કંઈકના કંઈક ઉત્તર ચડાવ આવતા હોય છે. જેના માટે લોકો પોતાની શ્રદ્ધા અનુસાર માનતાઓ પણ રાખતા હોય છે તો કોઈક ઉપવાસ પણ કરતુ હોય છે. પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હોય છે, પણ શનિવારના દિવસે આ કાર્ય કરી લો તમારા પર ગ્રહ દશા હશે તે દૂર થશે.

લલાટ પર લગાવો તિલક

હનુમાન દાદાનો દિવસ એટલે કે શનિવાર તે દિવસને લોકો આકરો માને છે. હનુમાન દાદાને ખુશ રાખવા માટે માટે સિંદૂરનું તિલક કરવું જેથી હનુમાન દાદા ખુશ થાય છે અને તેમની આપણા પર પ્રસન્નતા બનેલી રહે છે. તે દિવસે તમે કોઈની જોડે પૈસા લીધા હોય તો ચૂકવી દેવા. જેથી તમને કોઈ દિવસ પૈસાની તંગી ઉભી નહીં થાય.

ગાયને રોટલી ખવડાવો

શનિવારના દિવસે ગાય માતાને કોઈ ચારો કે રોટલી ખવડામાં આવે તો આપણા પર આવેલ વિઘ્નો દૂર થાય છે. જયારે તમે રોટલી ખવડાવતા હોવ ત્યારે તેને જમણા હાથે ખવડાવવી શનિવાર અને મંગળવાર ના દિવસે આ પુણ્યનું કામ કરવાથી બગડેલા કામ સુધરી જતા હોય છે.

તે દિવસે મીઠાઈની વહેંચણી કરો

શનિવારના દિવસે તમે હનુમાન દાદાના દર્શન કરવા જાઓ ત્યારે કોઈ મીઠાઈ લઇ જવાનો આગ્રહ રાખો. જતી વખતે તમને કોઈ કીડિયારું દેખાય તો તેને પુરવાનું રાખવું જોઈએ તે પણ એક સરસ પુણ્યનું કામ છે. હનુમાન દાદાના દિવસે તમે કોઈ માસ માંછી ખાતા હોવ તો ન ખાવું જોઈએ.

શનિવારના દિવસે દુઃખ હરતા હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે અને તમે કોઈ સંકટમાં હોવ તો તેમાંથી બહાર નીકળો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *