ઘરે બેઠા ખાવાનું મળી જવાને કારણે ઘણા લોકો માટે આ સારી સુવિધા ઉભી થઇ છે, પરંતુ GST કાઉન્સીલને એવું લાગ્યું છે કે ઓનલાઇન ફુડ ડિલિવરી પર પણ GST લાગવો જોઇએ, કારણ કે એને કારણે સરાકારને રૂપિયા ૨,૦૦૦ કરોડની લોસ જાય છે.તો ૧૭ સપ્ટેમ્બરને શુક્રવારે લખનૌમાં મળનારી GST કાઉન્સીલની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાવાનો છે. મતલબ કે આગામી દિવસોમાં તમે જે ઘરે ખાવાનું મેળવવાની સુવિધા મેળવો છે તે મોંઘી થવાની શક્યતા છે. ઓનલાઇન ફુડ ડિલીવરી પર ઓછામાં ઓછો 5 ટકા GST નાંખવાની ભલામણ કરવામાં આવી છે.જોઇએ શુક્રવારે GST કાઉન્સીલની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે.
ઓનલાઇન ફુડ ડિલવરી આગામી દિવસોમાં મોંઘી થઇ શકે છે. GST કાઉન્સીલની બેઠકમાં આ બાબતે વિચારણા હાથ ધરવામાં આવશે. કમિટીના ફિટમેન્ટ પેનલે ફુડ ડિલીવરીને ઓછામાં ઓછા ૫ % GSTના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. એવામાં SWIGGY, ZOMATO વગેરે ઓનલાઇન ડીલિવરી પ્લેટફોર્મ પરથી ખાવાનું મંગાવવું મોંઘી પડી શકે છે.શુક્રવારે GST કાઉન્સીલની મિટીંગ મળવાની છે, જેમાં મિટીંગના એજન્ડામાં આ મુદ્દો સામેલ છે.
નાણા મંત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે GSTની ઓગસ્ટ મહિનામાં આવક ૧.૨ લાખ કરોડ રૂપિયાથી વધારે રહી હતી. એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૨૦ ની સરખામણીએ આ વખતે GSTની આવકમાં ૩૦ % ની વૃધ્ધિ થઇ છે.