કોહલીને આ ૫ કારણોને લીધે છોડવી પડી કપ્તાની, જાણો કારણ

Sports

ICC T20 વર્લ્ડ કપની શરૂઆત થવાના બરાબર એક મહિના પહેલા બધાને ચોંકાવતા વિરાટ કોહલીએ T20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી. જોકે એક કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપમાં સામેલ થશે. અચાનક જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાતે તેના પર બહેસ છેડી દીધી છે કે આખરે કયા કારણોએ વિરાટ કોહલીને આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યો હશે? કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે વર્કલોડને સમજવું ખૂબ જ મહત્ત્વની વાત છે અને છેલ્લા ૮-૯ વર્ષમાં મેં બધી ફોર્મેટ્સમાં રમવા અને છેલ્લા 5-6 વર્ષોથી નિયમિત રૂપે કેપ્ટનશિપ કરવાથી સંપૂર્ણ તૈયાર થવા માટે પોતાને સ્થાન આપવાની જરૂરિયાત છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ છોડવાના ઘણા કારણો હોય શકે છે. નવેમ્બર ૨૦૧૯ પહેલા સુધી ભલે ટીમને ટાઈટલી જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હોય પરંતુ તેની બેટથી સતત રન નીકળી રહ્યા હતા અને સેન્ચુરી પણ લગાવી રહ્યો હતો પરંતુ લગભગ છેલ્લા ૨૨ મહિનાથી તેની બેટથી એક પણ સેન્ચુરી નીકળી નથી. આવો તો જાણીએ તેની પાછળના મહત્ત્વના કારણો.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વન-ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ ૨૦૧૯મા ભારતીય ટીમ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલ સુધી પહોંચી પણ હતી. ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહેલી ભારતીય ટીમની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સાથે મેચ થઈ હતી પરંતુ વરસાદથી બાધિત મેચમાં ૨૪૦ રનનું લક્ષ્ય ભારતીય ટીમ હાસિલ કરી ન શકી અને તેને હારનો સામનો કરવો પડ્યો.

વિરાટ કોહલી IPLમા શરૂઆતથી જ રમી રહ્યો છે અને વર્ષ ૨૦૦૮ થી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ સાથે જોડાયેલો છે. ડેનિયેલ વિટોરીના રિટાયરમેન્ટ બાદ કોહલી વર્ષ ૨૦૧૩ મા RCBનો કેપ્ટન બન્યો પરંતુ તે અત્યાર સુધી કોઈ ટાઇટલ અપાવી શક્યો નથી. વર્ષ ૨૦૧૩ મા તેની કેપ્ટનશિપમાં RCB પાંચમા નંબરે રહી. ૩ વર્ષ બાદ કોહલીની કેપ્ટનશિપમાં RCB વર્ષ ૨૦૧૬ ની લીગમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ત્યારે પણ ટાઇટલ જીતી ન શકી. કોહલી બેટથી રન બનાવતો રહ્યો પરંતુ ટીમને ટાઇટલ અપાવી ન શક્યો. ત્યારબાદ RCB ક્યારેય ફાઇનલ સુધી પહોંચી ન શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *