વિશ્વાસી માતાની પરચાની વાત કરવા જઈએ તો ઘણી બધી વાતો નીકળી આવે. તેઓએ આજ સુધીમાં ઘણા લોકોને સાક્ષાત પરચા આપ્યા છે. તેવો જ એક પરચો વડોદરામાં રહેતા આશીષભાઈને વિશ્વાસી મેલડીમાને સાક્ષાત પરચો આપ્યો હતો. જાણો તે પરચામાં શું બન્યું હતું.
આશીષભાઈનું ઘરમાં બધું એકદમ બરાબર ચાલતું હતું પૈસા કોઈ એવી તકલીફ ન હતી. પરંતુ ઓચિંતું તેમના યુવાન દીકરાને લીવરની બીમારી થઇ જાય છે. ત્યારબાદ તેને સારવાર અર્થે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ શરીરમાં સુધારો આવવાના બદલે હાલત ગંભીર બનતી જાય છે. તેમના દીકરાની તબિયત સુધરવાના બદલે દિવસેને દિવસે કફોડી બનતી જાય છે.
તેવામાં આશીષભાઈને વિશ્વાસી મેલડી માની યાદ આવે છે. ત્યારે તેઓ તરત જ વિશ્વાસી મેલડી માની માનતા રાખી લીધી અને માતાજીને કહ્યું મારો દીકરો સાજો થઇ જશે તો માનતા મુરી કરવા માટે આવીશ. આશીષભાઈને ચિંતા હતી મારા એકના એક દીકરાનું શું થશે. બધા રાખ્યા પછી ત્રણ દિવસ બાદ તબિયત વધુ દયનિય બનતી જણાય છે.
મેલડીમાંએ પોતાના ભક્તની પરીક્ષા લીધી કે તેમની શ્રદ્ધા અને આસ્થામાં ઘટાડો થાય છે કે નહીં. પરંતુ વિશ્વાસી મેલડીમાંના પરચાથી ચોથા દિવસથી આશીષભાઈના દીકરાની તબિયતમાં સુધારો જોવા મળે છે. ધીરેધીરે તે સ્વાસ્થ્ય થવા લાગ્યો. ડોક્ટરો પણ આ વાત જાણી અચંબિત થઇ ગયા હતા.
આશીષભાઈનો દીકરો અજય ૧૦ જ દિવસમાં તબિયતમાં સુધારો આવી ગયો. જે વ્યક્તિને ચાલવામાં ફોફા પડતા હતા તે દોડતો થઇ ગયો. વિશ્વાસી મેલડીમાંનો આ ચમત્કાર જોઈને આશીષભાઈએ તેમનો આભાર માન્યો. પરિવારમાં દરેકના ચહેરા પર ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.