અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે), વધુ જાણવા માટે નીચે ક્લિક કરો

Uncategorized

અટલ સ્નેહ યોજના શું છેં ને તે કેવી રીતે લાભાર્થી ને તેનો લાભ મળે છે. તો રાજ્ય સરકારી દ્વારા નવજાત શિશુ ના જન્મજાત ખામી હોય તો તેના સ્કિનિંગ કરીને જો નવજાત શિશુ માં કોઈ પણ જાતની ખામી માલુમ પડે તો તાત્કાલિક રાજ્ય સરકારી દ્વારા તેના સહાય આપીને વિના મુલ્યે સારવાર આપવામાં આવતી હોય છે. આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ ની ઉંમરના બાળકો ને મળવા પાત્ર છે.

પહેલા જયારે બાળક
નો જન્મ થાય ત્યારે તે બાળક ના માં કોઈ શારીરિક ખામી છેં કે નહિ તેની ખબર નહોતી પડતી પણ જેમ જેમ બાળક મોટુ થતું જાય તેમ તેનામાં કોઈ જન્મજાત ખામીની ખબર પડતા તેની સારવાર કરવામાં ગણી મુશ્કેલી પડતી હતી અને અમુક કેસમાં તો તેની સારવાર શક્ય જ ન હતી તેના લીધે બાળક આખી જિંદગી ભર લાચારી સાથે જીવવા માટે મજબુર હતો પણ હવે આપણી ગુજરાત સરકારે આ વિષય માં આગળ વધીને નવજાત શિશુ ને કોઈપણ જાતની ખામી જણાય તો તાત્કાલિક ધોરણે સારવાર આપવાનો એક નવતર પ્રયત્ન કર્યો છેં. તો જો કોય પણ નવજાત શિશુ ને કોઈ જન્મ જાત ખામી છેં કે નહિ તે હવે માત્રે 48 કલાક માં જાણી શકીયે છીએ

જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.

  • ન્યુરલ ટ્યુબ ડીફેક્ટસ
  • ફ્લેફ્ટલીપ અને પેલેટ
  • ક્લબ ફૂટ
  • ડેવલપમેન્ટલ ડીસ્લેઝીયા ઓફ હીપ
  • કન્જનાઈટલ કેટેરેકટ
  • કન્જનાઈટલ હાર્ટ ડીસીઝ
  • રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરીટી
  • ડાઉન સિન્ડ્રોમ
  • અન્ય કોઈ નોંધપાત્ર ખોટ

ક્યાંથી લાભ મળે?
સરકારી અથવા ખાનગી પ્રસુતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં એટલેકે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસુતિ થઇ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર /આર.બી.એસ.કે.ટીમ/આશા કર્મચારી મારફતે જાણ કરવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *