પહેલાંના લોકો સૂર્યોદય પહેલા ઉઠી જતા હતા અને ઊઠીને વહેલા સ્નાન પણ કરી લેતા હતા આપણા હિન્દુધર્મમાં વહેલા ઊઠીને સ્નાન કરી લેવું એ પણ એક ફાયદાકારક ગણાય છે.
સવારમાં વહેલા ઊઠીને સ્નાન કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ બની રહે છે. અને સમાજમાં તમારુ સન્માન પણ વધતું હોય છે સવારના સ્નાન માટે ધર્મશાસ્ત્રમાં ચાર નામ આપવામાં આવેલા છે
૧) મુની સ્નાન:- મુની સ્નાન સૂર્યોદય પહેલા સવારે ૪ થી ૫ વાગે કરવામાં આવે છે. આ સ્નાન કરવાથી તમારું સ્વાસ્થ્ય સુખ શાંતિ સારું રહેતું હોય છે.
૨) દેવ સ્નાન:- દેવ સ્નાન સવારે પાંચ થી છ વાગ્યા સુધી કરવામાં આવતું હોય છે. આ સ્નાન કરવાથી તમારા જીવનમાં સંપત્તિ સુખ શાંતિ અને સંતોષ રહેતો હોય છે આ સ્નાન ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
૩) માનવ સ્નાન:- માનવ સ્નાન સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી કરવામાં આવે છે જે લોકો સવારે આ ટાઈમે સ્નાન કરે છે તે લોકોના જીવનમાં સારી સફળતા મળતી હોય છે. અને તેમના પરિવારમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેતી હોય છે.
૪) રાક્ષશી સ્નાન:- જો તમે આઠ વાગ્યા પછી સ્નાન કરતા હોય તો તમારા ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહેતી હોય છે જેમ કે ધંધામા મુસીબત સુખ શાંતિ હોતી નથી ગરીબી આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે જો તમે આઠ વાગ્યા પછી સ્નાન કરતા હોય તો.