તો કિસાન મિત્રો આજે રાજ્ય સરકાર ની ખેડૂતો માટેની આ યોજના વિશે વિગતે જાણીશુ કે આ યોજના નો લાભાર્થી ને કેવીરીતે મળવા પાત્રે છે. ગુજરાત સરકારે ખેડૂતો ના હિતમાં એક એવી યોજના લાવ્યા છેં જેમાં ખેડૂત નું આકસ્મિક કારણોથી મૃત્યુ થાય અથવા આકસ્મિક કારણો થી કાયમી ધોરણે અપંગતા આવે તો આવા સંજોગો માં રાજ્ય સરકાર ખેડૂતો ની વીમા રક્ષણ યોજના દ્વારા સહાય કરે છેં જેનાથી ખેડૂત પરિવાર ને સહાય મળે છે. જેમાં જો ખેડૂત નું આકસ્મિક મૃત્યુ થાય તેવા સંજોગો માં રૂપિયા 2,00,000/ ની સહાય તેમના પરિવાર ને વીમા સહાય તરીકે મળવા પાત્ર થાય છે ને જો આકસ્મિક સંજોગો થી ખેડૂત ને કાયમી અપંગતા આવી જાય તો રૂપિયા 1,00,000/ ની સહાય ખેડૂત ને કરવામાં આવે છે.
કોને લાભ લઈ શકે ?
ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો કે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૮-અ, ૭/૧૨ અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને.
ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે. કોઈ પણ ખેડૂત જેના નામે ખેતી લાયક જમીન હોવી જોય તે ખાતેદાર કે તેના વારસદારો ને સહાયની રકમ ચૂકવામાં આવે છે.
કેટલો લાભ મળે
જો કોઈ ખેડૂત ખાતેદાર નું કોઈ કારણો સંજોગ મૃત્યુ થાય તો
રૂ.૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું) મૃત્યુ માટે વીમા રક્ષણ તેના વારસ દારો ને ચૂકવામાં આવે છેં. ને કોઈ ખેડૂત ને આકસ્મિક સજોગો માં શારીરિક અપંગતા આવી જાય તો સરકાર દ્વારા રૂપિયા 1.00.000/ (એક લાખ પુરા ) અપંગતા માટે વીમા રક્ષણ પેટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
જરૂરી વિગતો :
૭/૧૨, ૮-અ ના ઉતારા જેમાં ખેડૂત નું નામ હોવું જોઇએ, અસલ પેઢીનામું, મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર. એફ.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ,
ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ.
બેંક પાસબુકની નકલ કિસાન ના
વારસદારો ની આધારકાર્ડની નકલ, ડ્રાઈવિંગ લાયસન્સ,
અરજદારનો ફોટોગ્રાફ.
અરજદારે પોતાની અરજી સાથે બતાવેલા ડોકયુમેન્ટ ની નકલો નું બિડાણ કરીને સંબંદીત અધિકારી ને પોતાની અરજી આપવાની રહેશે.
અરજી ક્યાં કરવી?
રાજ્ય ના તમામ જિલ્લા મથકે આવેલી મદદનીશ ખેતી નિયામક(વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી) કચેરી માં અધીકારી ને અરજી આપવાની રહેશે.
સોર્સ: ગુજરાત સરકાર