વરસાદનું પાણી એ ખુબ જ પાવરફુલ હોય છે તેમાં અલગ જ પ્રકારની શક્તિ આવેલી હોય છે જે રાતોરાત તમારુ નસીબ બદલી દેતું હોય છે. અને આકાશમાંથી આવતું હોવાથી તે એકદમ શુદ્ધ હોય છે તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ કે પ્રદૂષણ આવેલું હોતું નથી.
શારીરિક પરેશાની થી છુટકારો મેળવવા માટે તાંબાના લોટામાં આકાશમાંથી જે વરસાદ નું પાણી પડતું હોય છે તે લોટામાં ભરી લેવું અને તેને એક બોટલમાં ભરી અને તમે રોજ સ્નાન કરવા જે પાણી લીધું હોય એ પાણીમાં બેથી ત્રણ ટીપાં નાખી દેવા જેથી તમે રોગની પરેશાનીથી દૂર રહેશો.
નકારાત્મક પરેશાનિઓથી છુટકારો મેળવવા માટે જો તમને લાગતું હોય કે કોઈકે તમારા ઘર ઉપર નકારાત્મક વસ્તુ કરી દીધી છે તો તમે વરસાદના પાણી માં ગંગાજળ ઉમેરી તમારા ઘર ઉપર છાંટવુ અને તમારે પોતુ પણ એ પાણીથી જ કરવું જેથી તમારા ઘર માથી નકારાત્મક વસ્તુઓ દૂર થઈ જશે તમારું ઘર એકદમ પવિત્ર બની જશે.
ધનપ્રાપ્તિ માટે તમારે વરસાદના પાણીમાં 24 કલાક સુધી એક રૂપિયાના સિક્કા ને પાણીમાં ડુબારી ને રાખવો પછી એ સિક્કાને તમારે તમારા વોલેટમાં મૂકી દેવો તેને હંમેશા સાચવીને રાખો જેથી તમારે ધનની કમી કોઈ દિવસ ના થાય.
શંખમાં વરસાદનું પાણી ભરી લેવું અને એ પાણી થી ભગવાન શિવનું વાહન કહેવાતું એવું નંદી ને એ પાણીથી સ્નાન કરાવવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.