પતિની માગણી:- પત્ની રોજ નહાતી નથી, મને તલાક આપો

trending

તીન તલાક પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રીતના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ વિના મુસ્લિમ મહિલાઓ પાસેથી તલાક માગી લેવામાં આવતો હતો. એટલું જ નહીં મહિલાઓએ માર પણ સહન કરવો પડતો હતો. ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી તલાકનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.

મીડિયા માહિતી અનુસાર અલીગઢમાં એક પતિએ પત્નીના રોજ ન નહાવાનું કારણ આપી તલાક માગવાનો અધિકાર જણાવ્યો છે. હવે આ મામલો વુમન પ્રોટેક્શન સેલની પાસે છે અને કપલના લગ્નને બચાવવા માટે બંનેની કાઉન્સિંલિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જ્યારે પતિ પાસેથી તલાક માગવાનું કારણ જાણવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે હેરાન કરનારો જવાબ આપ્યો. પતિએ કહ્યું, મેડમ મારી પત્ની નહાતી નથી. હું આની સાથે રહી શકીશ નહીં. પ્લીઝ મને તલાક આપી દો. તલાકનું આવું કારણ સાંભળીને ત્યાં મોજૂદ લોકો પણ ચોંકી ગયા.
આ મામલો અલીગઢના ચંડોસ વિસ્તારનો છે. જાણકારી અનુસાર બે વર્ષ પહેલા ચંડોસના યુવકના લગ્ન ક્વાર્સીની રહેનારી એક યુવતી સાથે થયા હતા. લગ્નના શરૂઆતી દિવસમાં બધું બરાબર હતું પણ ધીમે ધીમે પતિ-પત્નીના સંબંધોમાં ખટાસ આવવા લાગી. બંને એકબીજાની આદતોથી પરેશાન થવા લાગ્યા અને ઝઘડો વધવા લાગ્યો.

તેની વચ્ચે દંપતિને એક દીકરો પણ થયો. તેમ છતાં કપલની વચ્ચે સંબંધ સુધરી રહ્યા નથી. એવામાં પતિએ નિર્ણય કર્યો કે તે હવે મહિલા સાથે રહેવા માગતો નથી. આ કેસ વુમન પ્રોટેક્શન સેલ સુધી પહોંચી ગયો. સુનાવણી દરમિયાન કાઉન્સેલરે પતિ અને પત્ની બંનેને સમજાવવાની કોશિશ કરી અને સંબંધ સુધરી શકે.

કાઉન્સિંલ દરમિયાન પતિએ પત્નીના રોજ ન નહાવાની વાતને લઇ તલાકની માગણી કરી. પતિએ ન માત્ર તેના ન નહાવા પર સવાલ ઉઠાવ્યા બલ્કે આરોપ લગાવતા કહ્યું કે પત્નીના શરીરમાંથી વાસ આવે છે અને તે તેની સાથે એક દિવસ પણ રહી શકશે નહીં. આ બધા આરોપો પર પત્નીએ વળતો જવાબ આપતા કહ્યું કે ન કામની વાતો ઉઠાવીને પતિ તેને સતત પરેશાન કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *