આ એક એવું ખતરનાક મંદિર છે કે જ્યાં, વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા કરતા ભાગી ગયા હતા, આ મંદિર ને તમે બહારથી જોશો તો તમને એવું લાગશે કે આ મંદિર ઉતાવળમાં બનાવ્યું હોય. અને આ મંદિર ને બનાવવાવાળા કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા હોય, બધા જ પથ્થરોને એક બીજાની ઉપર મુકી દેવામાં આવ્યા હતા.

trending

આ મંદિર ભારતના મધ્યપ્રદેશના મોરેના માં આવેલું છે. આ મંદિર એક હજાર વર્ષ જુનુ છે જે ખૂબ જ રહસ્યમય અને અદભુત છે. આ મંદિરનું નામ કંકણમઠ છે. પ્રાચીનકાળમાં બનાવવામાં આવેલું છે. આ મંદિર ને તમે બહારથી જોશો તો તમને એવું લાગશે કે આ મંદિર ઉતાવળમાં બનાવ્યું હોય. અને આ મંદિર ને બનાવવાવાળા કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા હોય.

આ મંદિર બનાવવામાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવેલ નથી બધા જ પથ્થરોને એક બીજાની ઉપર મુકી દેવામાં આવ્યા હતા જોતાની સાથે જ તરત જ મનમાં વિચાર આવી જાય કે આ બધા પથ્થર પડી ન જાય.

ગમે તેટલું વાવાઝોડું આવે તોપણ આ મંદિર ના પથ્થર પડતા નથી. કહેવાય છે કે મુસ્લિમ શાસકોએ આ મંદિરને તોડવાની કોશિશ કરી હતી પરંતુ તે આ મંદિરને હલાવી પણ શક્યા ન હતા. આ મંદિરની આજુબાજુ જે નાના મંદિર હતા એ તૂટી ગયા પરંતુ આ મંદિરને કઈ પણ થયું ન હતું.

આ મંદિર પથ્થરથી બનાવવામાં આવ્યું છે તે પથ્થર આજુબાજુના વિસ્તારમાં ક્યાંય મળતા નથી કહેવાય છે કે આ મંદિર માણસે નહી પરંતુ ભૂતો એ બનાવ્યું હતું. સૂર્યાસ્ત સમયે આ જગ્યા પર કંઈ પણ ન હતું અને સવારે સૂર્યોદય સમયે અહીં મંદિર બનાવેલું હતું. કોઈને નથી ખબર કે આ મંદિર કોને બનાવ્યું છે.

ગામના લોકોનું એવું કહેવું હતું કે ભુત શિવજીના ફક્ત હોય છે એટલે ગામમાં કોઈ શિવનું મંદિર ન હતું એટલે ભૂતો એ આ મંદિર બનાવ્યું હતું એવું ગામ લોકો નું કહેવું હતું. આ મંદિરમાં સૂર્યાસ્ત પછી કોઈ પણ માણસ મંદિરમાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *