અમદાવાદમાં ચાલુ વાહને વાત કરતા સમયે મોબાઈલ ફાટ્યો, યુવકને મોઢાને ભાગે થઈ ઈજા

trending

સ્માર્ટફોન આવ્યા પછી લોકોમાં મોબાઈલનો ક્રેઝ વધ્યો છે. વર્તમાન સમયમાં મોબાઈલ નહીં હોય તેવા ખૂબ ઓછા લોકો તમને જોવા મળશે. બાકી આખો દિવસથી નવરાસના સમયે મોબાઈલ વાપરતા ઘણા લોકો તમને જોવા મળશે. નાનકડો એવો સ્માર્ટફોન લોકોના ઘણા કામ ચપટી વગાડતા જ કરી નાખે છે. સ્માર્ટફોનના કારણે વ્યક્તિ લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન ઘરે કે ઓફિસ પર બેઠા બેઠા કરી શકે છે.

સિનેમા ટિકિટ, ફ્લાઈટ ટિકિટ, બસ ટિકિટ બૂક કરાવી શકે છે. લાઈટબીલ, મોબાઈલ રીચાર્જ આ બધુ પણ ચપટી વગાડતા જ કરી શકે છે. આ નાનકડો મોબાઈલ વ્યક્તિ માટે જેટલો ફાયદાકારક છે તેટલો વધારે નુકસાન કારક પણ છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે કે, વ્યક્તિના હાથ કે ખિસ્સામાં રહેલો મોબાઈલ બ્લાસ્ટ થયો હોય. આ ઘટનામાં વ્યક્તિને ઈજા થઇ હોવાના અથવા તો વ્યક્તિનું મોત થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.


અમદાવાદમાં ચાલુ વાહને વાત કરતા એક યુવકનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં વ્યક્તિને સામાન્ય ઈજા થઇ હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદના મણીનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ એક એકટીવા ચાલકે ચાલુ બાઈકે ફોન ઉપાડ્યો હતો. તે સમયે અચાનક જ તેનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના સમયે મોબાઈલ મોઢાના ભાગે હોવાથી વ્યક્તિને મોઢાના ભાગે ઈજા થવા પામી હતી. આ ઘટના બાદ કેટલાક રાહદારીઓ મોબાઈલને હાથમાં પણ લે છે પણ મોબાઈલ એટલો ગરમ હોય છે કે, બીજો વ્યક્તિ પણ દાજી જાય છે.


મોબાઈલ બ્લાસ્ટની ઘટનાથી બચવા માટે થોડી સતર્કતા રાખવી જરૂરી છે. જેમાં રાત્રે સુતી વખતે મોબાઈલને આખીરાત ચાર્જમાં ન મૂકવો. જ્યારે ફોન ચાર્જ થતો હોય ત્યારે તેનો ઉપયોગ ન કરો. ગરમ જગ્યા પર મોબાઈલ ચાર્જ કરવા માટે ન મૂકો, મોબાઈલ વાપરતા સમયે તે ગરમ થાય જાય તો તેને થોડો મૂકી દેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *