હરિયાણાની અલગ ઓરખ બનાવનાર લોકપ્રિય પાડો સુલતાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. હરિયાણામાં યોજાયેલ પશુ મેળામાં પોતાના માલિકનું જ નહીં પરંતુ આખા રાજ્યનું નામ જળહરતું કર્યું હતું. ત્યાં મેળામાં પશુઓ માટે બોલી લગાવવામાં આવે છે તે બોલીમાં સુલતાન પાડા માટે ૨૧ કરોડની બોલી લાગી હતી. જે સાંભરીને સૌ કોઈને નવાઈ લાગી હતી. પરંતુ સુલતાનના ચાહકોને તે હવે નજરે નહીં પડે કારણકે તેનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે.
તેના માલિકના મતે તે દુનિયાનો સૌથી ઊંચો અને લાંબો પાડો હતો. તેનો વજન ૧૭૦૦ કિલો હતો અને તેની ઉંમર ૧૨ વર્ષની હતી. આ પાડો એવો હતો કે તે એકવાર બેસી ગયો તો ૭ કલાક જેવું બેસેલો જ રહેતો હતો. તેના મોતના સમાચારથી પરિવારમાં ખુબ આઘાત હતો. તમને ખબર હશે કે પશુઓની પણ સ્પર્ધાઓ યોજાય છે તેમાં તેને ઘણી સ્પર્ધાઓ જીતી છે.
સુલતાન પાડાની એક મહત્વની વાત હતી કે તે દરરોજ ૩૫ કિલો ઘાસ ખાતો હતો અને ૧૦ કિલો જેવું ડેન ખાતો હતો. તે સિવાય મલિક તેને સફરજન અને ગાજર પણ ખવડાવતા હતા. અંદાજિત રોજનો ૩૦૦૦ રૂપિયાનો ચારો થતો હતો. સુલતાન પાડાનો બાંધો મજબૂત હોવાના કારણે ભેંસને ગાભણ કરવા માટે પશુપાલક તેનું સીમન ખરીદવામાં રસ ધરાવતા હતા. આ રીતે તે પાડો વર્ષે લાખો રૂપિયાની કમાણી કરાવી આપતો હતો.
એક સમયે પુષ્કરના મેળામાં એક વિદેશીએ તેની ૨૧ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ તેના માલિકે ચોખ્ખી ના પડી દીધી હતી. કારણે તેના માલિકને તેના પ્રત્યે ખુબ લગાવ હતો અને વર્ષે સારી એવી કામની કરાવી આપતો હતો. તેના માલિકનું કહેવું છે કે તેની ઉણપ પુરી કરવી મુશ્કેલ છે.