રાજસ્થાનનો આ ખેડૂત ખેતી માટે પાણી ન હોવા છતાં આજે ખેતી કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે.
તમે એવા બહુ ઓછા ખેડૂતો જોયા હશે કે જે કરોડોમાં કમાતા હોય. ખેડૂતો માંડ માંડ લાખો કમાય છે. આજે અમે તમને રાજસ્થાનના એક એવા ખેડૂત વિષે જણાવીશું કે જે વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. રાજસ્થાનમાં પીવાના પાણીની સમસ્યા હોય છે અને એવામાં આ ખેડૂત બારે માસ ખેતી કરીને કરોડોની કમાણી કરી રહયા છે. આ ખેડૂતનું નામ ખેમરામ છે અને તે વર્ષની ૧.૫૦ કરોડની કમાણી કરી લે છે.
આ ખેડૂત સંરક્ષિત ખેતી કરે છે. રાજસ્થાનના ખેડૂતે કારણ જોયું કે ખેતી માટે તેમની પાસે પૂરતા પ્રમાણમાં પાણી નથી. માટે તેમને પોતાના ખેતરની બાજુમાં જ એક ખેત તલાવડી બનાવી દીધી અને જે પાણી વરસાદમાં નકામું વહી જતું હતું. તેને પોતાની ખેત તલાવડીમાં પાણી ભરી દીધું અને આજે તેમની પાસે એટલું પાણી છે કે તે આખું વર્ષ આરામથી ખેતી કરી શકે.
તેમને બીજી એક યુક્તિ વાપરી કે એવી ખેતી કરી છે કે જેમાં પાણીનો ઉપયોગ વધારે ન થાય અને કિંમત પણ સારી મળે માટે તેમને પોતાના ખેતરમાં એવી શાકભાજી વાવવાની શરુ કરી કરી કે તેમાં ખુબજ ઓછું પાણી વપરાય છે અને કિંમત પણ સારી મળે છે. ખેમરામ પોતાના આજુ બાજુના ખેડૂતોને પણ ખેતી માટે પાણી આપે છે. ખેમરામ પોતાની આ ખેતીથી ૧.૫૦ કરોડની કમાણી કરે છે. તમે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કરોડોની કમાણી કરી શકો છો.