શું તમે બુટ ચપ્પલ વગર હંમેશા રહી શકો છો, આજકાલ લોકો બુટ ચપ્પલ વગર એક ડગલું પણ ચાલી સકતા નથી. દરેક જોડે બે ચાર જોડી બુટ ચપ્પલ હોય છે. તમે કદાચ વિચારી નહીં શકો કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં બુટ ચપ્પલ પહેરવા પર પ્રતિબંધ છે. આ જાણીને તમને માનવામાં નહીં આવતું હોય પરંતુ આ સત્ય છે.
આ ગામ દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યનું છે. તે તામિલનાડુના પ્રખ્યાત શહેર મદુરાઈ થી ૨૦ કિલોમીટર દૂર કલીમયન નામનું ગામ આવેલું છે. તે ગામમાં કોઈ ભૂલથી પણ પગરખાં પહેરે છે તો તેને આકરી સજા આપવામાં આવે છે. તે ગામના લોકો બાળકોને પણ બુટ ચપ્પલ પહેરવા દેતા નથી.
એવું જાણવા મળે છે કે આ ગામના લોકો અપાચસિ નામના દેવતાની વર્ષોથી પૂજા કરે છે. તેઓ માને છે કે તે દેવતા તેમની રક્ષા કરે છે. તેમના દેવતાની અસ્થાના કારણે તેમના ગામની અંદર બુટ ચંપલ પહેરવા પર પ્રતિબંધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો અજીબ પરમ્પરા નિભાવી રહ્યા છે. જો કોઈને બહાર જવું હોય તો તેઓ હાથમાં પગરખાં લઈને જાય છે અને ગામની બહાર જઈને પહેરે છે અને અંદર આવે તો તે પહેલા પગરખાં ઉતારી લે છે.
આ પરમ્પરા ક્યારની ચાલુ છે તેની વિષે કોઈને જાણકારી નથી. પરંતુ ત્યાંના લોકોનું માનવું છે કે ઘણી પેઢીઓથી આ પરમ્પરા ચાલતી આવે છે. ત્યાંના લોકો બુટ ચંપલના નામ પર નારાજ થઇ જાય છે. ત્યાંના બાળકો પણ ઉગાડા પગે જ સ્કુલમાં જાય છે.