અજબોપતિ મેલાનીનું કહેવું છે કે હું મારા રિજેકશન ના અનુભવના આધારે જલ્દીથી હું શીખી.પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેના ઉપર સતત કંઈક ના કંઈક કરતું રહેવાનું શીખ્યું. લોકો અસફરતાના કારણે હતાશ અને નિરાશ થઇ જતા હોય છે અને ઘણા લોકો અસફરતાને હથિયાર બનાવીને તેમાં સફરતાં પ્રાપ્ત કરતા હોય છે.
તેવી જ એક મહિલા મેલાની પર્કિન્સ જે ફક્ત ૩૧ વર્ષની ઉંમરમાં ૪૦૦ અબજ સંપત્તિની માલિક છે. પરંતુ શરૂઆતના દિવસોમાં તેમના વિચારોને બહુ વાર નકારવામાં આવ્યા, પણ તેમને હાર ન માની. જાણો ૧૦૦ વાર રિજેક્ટ થયેલી મહિલા કેવી રીતે બની ૪૦૦ અબજની માલકીન.
બ્લુમબર્ગના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયામાં રહેતી ૩૧ વર્ષની મેલાની પર્કિન્સ લોકપ્રિય ડિજાઇન પ્લેટફોર્મ કેનવા ની કો ફાઉન્ડર અને સીઈઓ છે. તેમને પોતાનો પહેલો બિઝનેસ ત્યરે શરુ કર્યો જયારે તેઓ માત્ર ૧૪ વર્ષના હતા. ૨૨ વર્ષની ઉંમરે પર્કિન્સ એ ફ્યુઝન બુક્સ ની સ્થાપના કરી. આ બૂક્સ ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટું વાર્ષિક પુસ્તક પ્રકાશક છે અને તે ફ્રાન્સ અને ન્યૂજીલેન્ડ માં પણ મળી રહે છે.
સાલ ૨૦૧૩માં મેલાની એ તેનો બિઝનેસ કેનવા લોન્ચ કર્યો. આ એક એવું પ્લેફોર્મ છે કે તે કોઈપણને ગુણવત્તા વારી ડિઝાઇન બનાવવાની પરવાનગી આપે છે. આજે canva જોડે જુદા જુદા ૧૯૦ દેશોમાં ૧૦ મિલિયનથી વધુ રજીસ્ટર્ડ યુઝર્સ છે. તેમની જોડે ૨૫૦થી વધુ કર્મચારીઓની ટીમ છે.
એવું લાગે છે કે આ બધું આસાનીથી થઇ ગયું હશે, પરંતુ તેના પાછળ પર્કિન્સની સખત મહેનત, લગન અને હાર ન માનવાનો જુસ્સો જોઈએ. તેમનું કહેવું છે કે હું લગાતાર મહેનત એવી વસ્તુમાં કરું છું કે જયારે રોકાણકાર આવે, એના પ્રશ્નો નો જવાબ મળે અને તેમની સમસ્યાઓ દૂર થાય.