ભારતમાં આજે 70 ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે આજે ભણેલા ગણેલા યુવાનો ખેતી તરફ વળ્યા છે અને ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી લે છે થોડા સમયથી પરંપરાગત રીતે ચાલતી આવી ખેતીને બદલીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેનાથી તેમને બમણું ઉત્પાદન મળી રહે છે આજે હું તમને એક એવા ખેડૂત વિશે બતાવી જેમને નોકરીને ઠુકરાવીને હાઈટેક નર્સરી બનાવીને લાખો રૂપિયાની કમાણી કરે છે
ગુજરાત રાજ્યના ડીસા શહેરમાં રહેતા મયુર પ્રજાપતિ કે બીએસસી એગ્રીકલ્ચર નો અભ્યાસ કર્યો ત્યાર પછી તેમને ઘણી કંપનીઓ દ્વારા નોકરી કરવાની ઓફર પણ આવી હતી પણ મયુર પ્રજાપતિ ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો તે ત્રણ વર્ષથી હાઈટેક નર્સરીમાં રોપા તૈયાર કરવાનું કામ કરે છે જ દરેક પ્રકારના સિઝન પ્રમાણે રોપા તૈયાર કરે છે તેમને તૈયાર કરેલા રોપા આજે આખા ભારતમાં વેચાય છે પોતાની હાઇટેક નર્સરી માંથી વર્ષે 45 લાખ રૂપિયાની કમાણી કરી લે છે
મયુર પ્રજાપતિ કહે છે તેમને ખેતીમાં આગળ વધવું હતું તેથી તેમણે એગ્રીકલ્ચર માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેમની ઘણી કંપનીઓ દ્વારા સારી એવી નોકરીની ઓફર આવતી હતી પણ તેમને નોકરી ન કરવાનો નિર્ણય કર્યો તેમની જોડી ખેતી કરવા લાયક જમીન હતી પણ તેમાંથી ઉત્પાદન મળતું ન હતું એટલા માટે તેમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવાનું નક્કી કર્યું
તેમણે સૌપ્રથમ શેરડી ની ખેતી કરી તેમાં ગરમી વધારે હોવાથી ગ્રીન હાઉસ અને વાઇટ હાઉસ બનાવ્યું તેનાથી તેમને ઉત્પાદનમાં ખૂબ વધારો થયો એક સફળતા મળ્યા પછી તેમને ધીરે ધીરે મરચા ટામેટા ફુલેવાર વગેરેના રોપા ઉછેરવાનું ચાલુ કર્યું
મયુરભાઈ હાલ 75 વીઘા જમીન ઉપર ખેતી કરે છે જેમાંથી મોટાભાગની જમીન નર્સરી માટે ફાળવે છે આજે તેમના રોપા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખૂબ માંગ છે આજે તે ખેતીમાંથી વર્ષે ૪૫ લાખ રૂપિયાની જંગી કમાણી કરી લે છે