પૂર્વ દિગ્ગજ ખેલાડી ગાવસ્કર ભારતીય ટીમને લઈને સમય સમય પર પોતાના વિચાર રાખતા રહે છે. ક્યારેક પોતાના નિવેદનો દ્વારા તો ક્યારેક કમેન્ટ્રી દરમિયાન ગાવસ્કર ટીમને સલાહ આપવાનું કામ પણ કરે છે પરંતુ આ વખતે આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું છે જેમણે બધા ક્રિકેટ ફેન્સને હેરાન કરી દીધા છે. સાથે જ આ નિવેદન હેઠળ તેમણે કોહલી પર પણ સવાલ ઊભા કરી દીધા છે. આગામી મહિને ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે, જ્યાં ભારતીય ટીમે પોતાની પહેલી જ મેચ પાકિસ્તાન સાથે રમવાની છે.
સાથે જ વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટન્સી છોડી દેવાની જાહેરાત કરી છે ત્યારબાદ નવા કેપ્ટનને લઈને અલગ અલગ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીને કેપ્ટન્સીના પદ પરથી હટાવવાની વાત કહી દીધી છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે આ વર્ષે અને આગામી વર્ષે થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે રોહિત શર્માએ કેપ્ટન હોવું જોઈએ. સતત ૨ ટી૨૦ વર્લ્ડ કપ વચ્ચે કેપ્ટન બદલવા યોગ્ય નહીં હોય એટલે પહેલા જ બદલાવ થવો જોઈએ.
ગાવસ્કરે કહ્યું કે ક્રિકેટના આ ફોર્મેટમાં રો- હિટમેન ને કેપ્ટન્સી માટે પહેલી પસંદગી છે. ગાવસ્કરે આ નિવેદન ક્રિકેટ કનેક્ટડેડ શો દરમિયાન આપ્યું છે. શાનદાર અને દમદાર બેટિંગ સાથે પોતાની કેપ્ટન્સી માટે અને તેની કેપ્ટન્સીમાં જ આઈપીએલ માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સૌથી સફળ ટીમ બની છે. સાથે જ મુંબઇએ સૌથી વધારે વખતે આઇપીએલ લીગનું ટાઇટલ પણ જીત્યું છે જેના કારણે રોહિત શર્મા બધાની પહેલી પસંદગી છે. બીજા ઘણા ક્રિકેટ જાણકારોનું પણ કહેવું છે કે રોહિત શર્માને ટી૨૦ ફોર્મેટ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવે.