ભારતમાં આજે ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે આ મંદિરોમાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે જ્યારે મંદિરમાં ભક્ત આવીને દેવી દેવતા આગળ જો સાચા મનથી પ્રાર્થના કરે તો તેના અધૂરા કામ અવશ્ય પૂરા થઈ જતા હોય છે આજે હું તમને એક એવા ધરા વિશે જણાવીશ જયાં ખોડીયાર મા ની કૃપાથી દુષ્કાળમાં પણ પાણી સુકાતું નથી
ખોડીયારમાનુ મૂળ નામ જાનબાઇ હતું તેમની પ્રિય વાહન મગર છે ખોડીયાર માંના મંદિરમાં લાખો ભક્તો ચાલીને પણ આવતા હોય છે અહીં ચૈત્રી અને આ આસો નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે માટેલ માં આવેલા ખોડીયાર માના મંદિર દર વર્ષે ત્રિશુલ એક ઇંચ વધે છે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડિયાર માતાજીનું મંદિર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ પ્રખ્યાત છે અહીં આવેલો માટેલ ધરામાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી અહીંયા આવેલું મંદિર 1200 વર્ષ જુનુ હોય તેમ માનવામાં આવે છે
આ ધરા વિશે એવું કહેવાય છે કે ઉનાળામાં દુકાળની સ્થિતિમાં પણ આ ધરામાં પાણી ખૂટતું નથી આ ધરાનું પાણી ખૂબ પવિત્ર માનવામાં આવે છે ગામના લોકો આ ધરાનું પાણી પીવે છે અને તેને કોઈ દિવસ ગાળતા પણ નથી
માટેલ ગામમાં વરખડી ના ઝાડ નીચે ખોડીયાર મા નુ મંદિર આવેલું છે આ મંદિર માં હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ગુજરાતમાં ખોડીયારમાના મુખ્યત્વે ત્રણ મંદિરો આવેલા છે આ મંદિરમાં ચાંદલો અને ચુંદડી અર્પણ કરવાની માન્યતા છે