અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયેલા મેગા પ્રોપર્ટી એક્સ્પોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી હતી. તેમને આ કાર્યક્રમના સંબોધન કરતા સમયે અમદાવાદના વિકાસમાં બિલ્ડરોનો મોટો ફાળો હોવાનું નિવેદન આપ્યું હતું. પ્રોપર્ટી એક્સ્પોનું ઉદ્ધઘાટન સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, MLA વલ્લભ કાકડિયા પણ હાજર રહ્યા હતા.
સી.આર. પાટીલે કાર્યક્રમમાં તેમના સંબોધન સમયે જણાવ્યું હતું કે, હું એક છાપું વાંચતો હતો ત્યારે છેલ્લા પાના પર રખડતી ગાયના ત્રાસનો અહેવાલ નજરે ચઢ્યો હતો. આ આ કિસ્સામાં રસ્તા પર રખડતી ગાયની સાથે કોઈ વાહન અથડાય તો તેનુ મૃત્યુ થાય છે. આ પરિસ્થિતિની અંદર રસ્તા પરથી ગાયોને હટાવવી જરૂરી છે. અમે ગાયને હટાવવાની શરૂઆત સુરતથી કરી છે. અમે સુરતની તમામ ગાયોને પકડીને પાંજરે પૂરી દીધી છે. આજે રોડ પર ગાય જોવા મળતી નથી. અમદાવાદમાં એવું જોવા મળ્યું છે કે, જે લોકો ગાયો પકડવા માટે જાય છે તે લોકો કાળો, પીળો દોરો બાંધેલો હોય તેવી ગાયોને જ પકડે છે. દોરો બાંધ્યા વગરની ગાયોને પકડતા નથી.
આ કાર્યક્રમમાં આંકરા પાણીએ થયેલા સી.આર. પાટીલે જમીનની કોઈ પણ અરજીનો નિકાલ ૩૦ દિવસમાં કરવાનું કહ્યું છે. તેમને કહ્યું કે, જમીનની માલિકીમાં નામ કમી કરવા, ૭/૧૨ માં ઉમેરો કરવા અને ખેતીની જમીનને બિનખેતીમાં બદલવા કે પછી અન્ય કામ માટે જે અરજી કલેક્ટર કે જિલ્લા અધિકારીની પાસે આવી હશે તેનો નિકાલ ૩૦ દિવસની અંદર જ કરવો.