ઘણા લોકોને કોઈ કારણ વગર ખુબ પરસેવો આવતો હોય છે. પણ કેમ આવે છે તેને જાણવાનો કોઈ પ્રયાસ કરતું નથી. ગરમી હશે તો પરસેવો વળતો હશે તેમ સમજીને નકારી દેતા હોય છે. બહુ લોકો એવા હોય છે કે જેમને ગરમી વધુ લાગતી હોય છે અને પરસેવો પણ બહુ થતો હોય છે. આવા સામાન્ય લક્ષણો પર કોઈનું ધ્યાન જતું નથી અને અંતે ખરાબ પરિણામ ભોગવવું પડતું હોય છે.
શું તમે પણ એવા લોકોમાં ચો જેમને વધુ પરસેવો થાય છે. ફક્ત ૫ મિનિટ કામ કરવાથી રેબજેબ થઇ જાઓ છો. કોઈને હાથ મિલાવતા પહેલા હાથ સાફ કરવા પડે છે જો આવું તમારી જોડે થતું હોય તો તેને નજર અંદાજ ન કરો. વધુ પરસેવો આવવો કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે. વધુ પરસેવો આવવો તેને મેડિકલની ભાષામાં હાઇપર હાઇડ્રોસિસ કહેવાય છે.
વધુ પરસેવો આવવો હૃદય રોગની બીમારીનો સંકેત હોઈ શકે છે. જો તમને પણ આવું લાગતું હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જમ્યા પછી ઉલ્ટી થતી હોય તો તે હાર્ટ એટેકનું પહેલું પગથિયું ઘણી શકાય. આપણે આવી બધી વાતોને સામાન્ય ઘણી તેમાં ધ્યાન નથી આપતા. પરંતુ શરીરમાં કઈ પણ બદલાવ દેખાય તો તુરંત તેના પર ધ્યાન દોરવું જોઈએ.