19,300 ફુટ પર સાઇકલ થી પહોંચવા વાળા પ્રથમ નાગરિક બન્યા પિયુષ મોંગા અને એમની ટીમ !

trending

વિશ્વનાં સૌથી ઊંચા મોટરેબલ પાસ – ” ઉમલિંગ લા ” પર પહોંચ્યા ટીમ “યુથ અગેઇન્સ્ટ રેપ” ના પીયૂષ મોંગા, યોગેશ રાવલ, અક્ષય ભગત, સુમિત ડાંગી, અને સંજય શ્રીકુમાર. એમણે મિશન #RapeMuktBharat ની અંદર 50000 કિલોમીટર સાઇકલ દરમિયાન આ વિશ્વ વિક્રમ સર્જ્યો ! આપણા દેશમાં લોકો કંઈક ના કંઈક કરી નવા નવા વિક્રમો કરતા હોય છે. પરંતુ આમનું મિશન સમાજમાં બનતી ગંભીર વાતોને જગૃત કરવા માટેની છે.

બળાત્કાર એ એવો વિષય છે જેના પર લોકો ચર્ચા કરવામાં પણ ખચકાય છે, પણ આ સંગઠન (યુથ અગેઇન્સ્ટ રેપ) એ આ નેક કામ માટે એક ક્રાંતિકારી આંદોલન શરું કર્યું છે. આ કાર્યને શક્ય હોય તેટલું બિરદાવવું જોઈએ.

આ યાત્રા બોર્ડર રોડ સંગઠન(BRO) , લેફટીનેન્ટ જનરલ રાજીવ ચૌધરી (બીઆરઓ મહાનિર્દેશક) , લેફટીનેન્ટ કર્નલ આલોક ઓસી અને ટીમ 93 આરસીસી ની મદદ થકી સંભવ થઈ શકી છે. ટીમ યુથ અગેઇન્સ્ટ રેપ એમના સતત માર્ગદર્શન અને પ્રેરણા માટે આભારી છે.

આ યાત્રા એટલી પણ સરળ નહોતી કારણ કે “ઉમલિંગ લા” સમુદ્ર તટ થી 19,300 ફીટ ઉપર છે , આ જગ્યા માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ અને સિયાચીન ગ્લેશિયર થી પણ ઊંચી છે. ત્યાંનું તાપમાન શિયાળા માં -40 ડીગ્રી સેલ્શિયસ થી પણ નીચું હોય છે અને ઓક્સિજન 50% થી ઓછો થઈ જાય છે, એટલે જ અહીંયા ઓક્સિજન અને પાણીની અછતના કારણે સંગઠન સમૂહ ને માનસિક તેમજ શારીરિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો, તે વચ્ચે માંદા પડ્યા છતાંય તે સ્થગિત ન થયા કારણ કે તેમના મન માં રાષ્ટ્ર પ્રત્યે ની ભાવના દ્રઢ હતી અને એક સાચા ભારતીય હોવાની ફરજ નિભાવી.

મોટરસાયકલ ગર્લ નામના થી જાણીતી કંચન ઉગુરસંડી એ પુરે પુરી મદદ કરી હતી.

આ પાંચ યુવાનો એવા લોકો માટે પ્રેરણા બન્યા છે જે બળાત્કાર અને ખોટા આરોપો સામે અવાજ ઉઠાવવાનું વિચારી પણ સકતા નથી, એમણે સમગ્ર ભારત ને ગૌરવાન્વિત કર્યો છે અને દેશના યુવાનો માટે “યુથ અગેઇન્સ્ટ રેપ” ની સાથે #RapeMuktBharat માટે એક પ્રેરણાસ્ત્રોત સાબિત થયો છે. આપણે સૌ આવું વિચારતા થઇ જશુ તો જે લોકોના મગજમાં આવા વિચારો આવી રહ્યા છે તેમને બહુ જલ્દીથી દૂર કરી શકાશે.

આ મિશન નો ભાગ બનવા સંપર્ક કરો : www.yaifoundation.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *