છેલ્લા ઘણા સમયથી પ્રભારી વગરના ગુજરાત કોંગ્રેસ માટે નવા પ્રભારીની નિમણુંક

Politics

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી રાજીવ સાતવ મૃત્યુ પછી પ્રભારીની નિમણુંક અટવાઈ હતી. તેની નિમણુંક કરી દેવાઈ છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ કહેવા અનુસાર, કોંગ્રેશ અધ્યક્ષ સિનિયા ગાંધીએ રઘુ શર્માને ગુજરાતના ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યાં છે. રાજીવ સાતવ મૃત્યુ પછી આ પદ ખાલી હતું.

રઘુ શર્મા હાલમાં રાજસ્થાનની અશોક ગેહલોતના નેતૃત્વ વારી સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે. તેઓ અજમેર જિલ્લાના કેકડી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. આ પહેલા તેઓ લોકસભાના સભ્ય પણ રહી ચુક્યા છે. હવે તેમને તે સિવાય ગુજરાત અને દીવ દમન અને દાદરા નગર હવેલીના પ્રભારી બનવવામાં આવ્યા છે.

ગુજરાતમાં આવતા વર્ષે નવેમ્બર ડિસેમ્બર માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ના ઘઢમાં આ જવાબદારી મળવી એ મોટી જવાબદારીથી ઓછું નથી. વિધાનસભા ચૂંટણી નો એક વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે તેમને ગુજરાતને વધુ સમય આપવો પડશે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને ઓરખવા પણ પડશે અને તેમની સાથે સંકલન સાધવું પડશે.

ગુજરાત કોંગ્રસના નેતા પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારા માગદર્શનમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂતાઈથી આગળ લઇ જઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *