ઘણી વખત ભંગારમાંથી એવી વસ્તુઓ મળી આવે છે કે, વ્યક્તિ રાતોરાત માલામાલ થઈ જાય છે. તો ક્યારેક ભંગારમાંથી એવી મુલ્યવાન વસ્તુઓ મળી આવે છે કે, એની કિંમત મોટી હોય છે. યુ ટ્યુબ પર અને અન્ય વીડિયો પ્લેટફોર્મ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો મળી આવે છે જેની કલ્પના પણ ન કરી હોય. યુ ટ્યુબની ચેનલ ‘Captain Sahil’અનુસાર કેટલાક છોકરાઓએ ભંગારમાંથી જુનુ ATM મશીન ખરીદ્યુ હતું. પણ જ્યારે આ મશીન લીધું ત્યારે એને ખબર ન હતી કે, અંદરથી કેટલી મોટી રકમ મળશે.
એવી ક્યાં ખબર હતી કે ભંગારમાંથી મળેલું ATM લખપતિ બનાવી દેશે. આ છોકરાઓને ATMના એક મેટલબોક્સમાંથી ૨૦૦૦ ડૉલર મળી આવ્યા હતા. પછી તો જાણે એની લોટરી લાગી ગઈ. જ્યારે આ અંગેનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે આ વીડિયો જોરશોરથી વાયરલ થયો હતો. ભંગારવાળા પાસેથી આ મશીન ખરીદ્યું હતું. જેની ચાવી પણ ભંગારવાળાએ આપી ન હતી. છોકરાઓએ ભારે મહેનતથી આ મશીન ખોલ્યું અને રોકડ મળી આવતા ખુશખુશાલ થઈ ગયા હતા. વીડિયો રીપોર્ટ અનુસાર પહેલા આ મશીન ૩૦૦ ડૉલરમાં ખરીદવાનું નક્કી થયું હતું.
પણ અંદર શું છે એની કોઈને ખબર ન હતી. પછી હથોડી અને ડ્રીલ લઈને એનું મેટલ બોક્સ તોડવામાં આવ્યું હતું. મહા મહેનત બાદ મશીન ખુલ્યું. અંદર પડેલી રોકડ જોઈને બંનેની આંખ ચાર થઈ ગઈ હતી. અંતે ATM ખોલવા પાછળની મહેનત રંગ લાવી હતી. એક યુવાને તો ત્યાં સુધી કહ્યું કે, ભંગારવાળાએ તો અમને આ મશીન વેચીં દીધુ હતું. એને પણ ખબર ન હતી કે અંદર પૈસા પડ્યા છે. એની પાસે કોઈ પ્રકારની ચાવી પણ ન હતી.
ભંગારવાળાએ ત્યાં સુધી કહ્યું હતું કે, મશીનની સ્થિતિ સામાન્ય છે. ભંગાર બની ગયું છે. કોઈ મેકેનિઝમ કામ નથી કરતું. અંદરથી જે કંઈ મળે એ તમારૂં. આ મશીન તથા મેટલબોક્સ પણ તમારૂ. છોકરાઓએ ભંગારવાળા પાસેથી એ ખરીદી લીધું. પણ કહેવાય છે ને કે કેટલાક લોકો નસીબ લઈને આવતા હોય છે. જેને કાટમાળમાંથી પણ કંચન મળી આવે છે. એવું જ આ છોકરાઓ સાથે થયું હતું. માત્ર મશીન ખોલ્યું ત્યાં આ છોકરાઓ રૂ.૨૨ લાખથી વધારેની રકમ મળી આવી હતી.