ગુજરાતમાં નવરાત્રી પર્વની શરૂઆત ખૂબ ધામધૂમથી થઇ ગઇ છે નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે આ નવ દિવસમા માં અલગ-અલગ સ્વરૂપમાં પ્રગટ થાય છે જો નવરાત્રી ના સમયગાળા દરમિયાન જો મા દુર્ગાની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો મા દુર્ગા પોતાના ભક્ત ને સાક્ષાત દર્શન આપે છે હિંદુ ધર્મ વર્ષમાં સમય અંતરે બે નવરાત્રી આવે છે તેમાં શારદીય નવરાત્રિનું ખૂબ અનેરૂ મહત્વ રહેલું છે
નવરાત્રિના આ સમયગાળા દરમિયાન માતાજીના મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડે છે ઘણા ભક્તો માતાજીના મંદિરમાં ચાલતા પણ આવે છે આ નવ દિવસ માતાજીને પ્રસન્ન કરવા માટેનો ખૂબ યોગ્ય સમય છે માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો જાતજાતના ઉપવાસ રાખતા હોય છે પ્રકૃતિમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેમાં મા દુર્ગાનો વાસ રહેલો હોય છે જો આ વસ્તુઓ તમે તમારા ઘરમાં લાવો તો મા દુર્ગા તમારા ઉપર કૃપા વરસાવે છે
તુલસી ના પત્તા જો તમે તમારા પાકીટમાં રાખો તો માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ પ્રસન્ન થશે હિંદુ ધર્મ તુલસીનો એક અનોખુ મહત્વ રહેલું છે તુલસી ને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે તુલસી ને તુલસી માતા ગણીને તેમની પૂજા પણ કરવામાં આવે છે તુલસી મા દરેક પ્રકારના બીમારીઓ સામે લડવાની શક્તિ રહેલી છે જો તમે તુલસી ને તમારા પાકીટમાં રાખો તો તમારા આજુબાજુ ફરતી નકારાત્મક ઉર્જા તમારી જોડે આવશે નહીં તેમજ તુલસી માતા લક્ષ્મીને ખેંચવાનું કામ કરે છે તુલસી ને તમારા જોડે રાખવી ખૂબ ફાયદાકારક સાબિત થશે તેમજ તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે
નવરાત્રી ના સમયગાળા દરમિયાન જો તમે તુલસીના છોડને તમારા ઘરે લાવો તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે તુલસીનો છોડ ઘરમાં લાવવાથી તમારા ઘર ઉપર ફરતી દુષ્ટ આત્માઓ રહેતી નથી તે ઘરમાં સુખ શાંતિ લાવે છે તુલસીનું મહત્વ પ્રાચીનકાળથી ચાલતું આવ્યું છે.