અમેરિકા (USA) માં મળ્યો બે માથા અને છ પગ ધરાવતો એક દુર્લભ કાચબો

trending

અમેરિકામાં એક અજબ કાચબો મળી આવ્યો છે. આ કાચબાના છ પગ અને બે માથા છે. આ એક અત્યંત દુર્લભ જીવ છે. જેને હાલમાં જ શોધી કાઢવામાં આવ્યો છે. આ કાચબાને છ પગ અને બે માથા હોવાથી આકર્ષણનું કારણ બન્યો છે. કહેવામાં આવે છે કે આવી પ્રજાતિના કાચબ જૂજ જોવા મળે છે. આ કાચબો હાલ વાઈલ્ડ લાઈફ સેન્ટરની અંદર સુરક્ષિત છે અને તેને ચિકિત્સકોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ પ્રકાર સ્થિતિને Bicephaly કહેવામાં આવે છે. આ નવજાત કાચબા એકબીજાથી જોડાયેલા છે. પરંતુ આ કાચબાઓનાં માથા અલગ-અલગ છે. પાણીમાં બંને માથા શ્વાસ લેવા માટે અલગ-અલગ ઉપર આવે છે અને દરેક માથું પોતાના ત્રણ પગના સેટને જૂદા-જૂદા નિયંત્રિત કરે છે.
કાચબાઓની આ જોડની શોધ, Barnstableના એક સંરક્ષિત નેસ્ટીંગ સાઈટથી પરથી કરવામાં આવી છે.ત્યારબાદ આ બંને દુર્લભ કાચબાની જોડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. શરીરથી જોડાયેલાં છતાંયે અલગ અંગો ધરાવતા આ કાચબાઓ ચિકિત્સકો માટે એક શોધનો વિષય છે. આમ કાચબાના જોડા પર વધુ સંશોધન કરવા તેઓ ઘણાં જ ઉત્સુક છે. સેન્ટર પરના ડૉક્ટરોએ તેઓનું નામકરણ પણ કર્યું છે. એકનું નામ મેરી-કેટ(Mary-Kate) અને બીજાનું નામ એસ્લે (Ashley)

સેન્ટરમાં આવ્યા ત્યારે આ નવજાત કાચબાનું વજન 6.5 ગ્રામ હતું. હાલમાં તેઓનું વજન વધીને 9 ગ્રામ થઈ ચૂક્યું છે. ફેસબૂક પોસ્ટમાં આ સ્થિતિને આશ્ચર્યજનક એટલા માટે કહેવામાં આવી છે કારણ કે, આવી સ્થિતિમાં કાચબા લાંબુ જીવન જીવતા નથી. પરંતુ આ કાચબા બે અઠવાડિયાથી આ સેન્ટરમાં છે. આમા આ કાચબાઓએ ડૉક્ટરોમાં નવી આશા જગાડી છે. આ કાચબાઓનાં જોડકાનું સ્વાસ્થ્ય સતત સુઘાર પર છે. તેઓ ખાઈ રહ્યાં છે, તરી રહ્યાં છે. સતત તેઓનું વજન પણ વધી રહ્યું છે. આ બંને નવજાત કાચબાઓનાં મગજમાં ડોક્યું કરવુ તો શક્ય નથી. પરંતુ એવું લાગી રહ્યું છે કે, બંને જાણ સાથે મળીને પોતાનાં આસપાસનું વાતાવરણ નિયંત્રિત કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *