ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જાણે મેઘતાંડવ થતું હોય એવુ ચિત્ર સામે આવ્યું છે. ચારધામની યાત્રા કરવા માટે નીકળેલા ઘણા બધા ગુજરાતી પરિવારો આ આફત વચ્ચે અટવાઈ ગયા છે. સરકારે રેડ એલર્ટ જાહેર કરી પ્રવાસીઓને ખસેડવાની કામગીરી હાથ ધરી છે. ઉતરકાશીના નૈનીતાલ અને આસપાસના વિસ્તારમાં અનેક ગુજરાતીઓ કુદરતી આફત સામે ફસાયા છે. હિમવર્ષાને કારણે અહીં અનેક રૂટ પર ટ્રાફિક જામ થયો છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે હજારો ગાડીઓ અટકાવી દેવી પડી છે.
સમગ્ર ઉત્તરાખંડમાં ૩ દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. કુદરતી આફતના કારણે ચારેય ધામની યાત્રા અટકાવી દેવામાં આવી હતી. ચારધામા યાત્રાએ નીકળેલા ગુજરાતી પરિવાર ઉત્તરકાશી, નૈનિતાલ કેદારનાથ આસપાસના વિસ્તારમાં ફસાયા હોવાના વાવડ મળ્યા છે. આ અંગે રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, હાલ અમે સ્થિતિની તપાસ કરી રહ્યા છીએ. ઉત્તરાખંડ તંત્ર સાથે વાતચીત ચાલું છે. જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરીને એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
૦૭૯ ૨૩૨૫૧૯૦૦ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતી પરિવાર, યાત્રિકો તથા સંબંધીઓની વિગત આપી શકાશે તેમજ મેળવી પણ શકાશે. પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, અમે ઉત્તરાખંડના તંત્ર સાથે વાતચીત કરી છે. છેલ્લા ૪૮ કલાકથી ત્યાં વરસાદ છે.
SOURCE-NEWS18.COM