ખેતરના પાકમાં કરોળિયાની જાળ ફેલાય તો તે ખેડૂતોના પૈસા બચાવી આપે છે. કારણ કે જાળામાં કિટકો ફસાઈ જાય છે તે કરોડીયો ખાઈ જાય છે. આ કિટકો એવા હોય છે કે જે પાકને મોટું નુકસાન કરતાં હોય છે. તેના મારવા માટે ખેડૂતોએ જંતુનાશક દવા પાછળ મોટું ખર્ચ કરવું પડે છે.
ખેતરમાં કરોળિયાના જાળા જોશો તો ચિંતા કરવી નહીં. પદ્મશ્રી બાબુલાલ દહિયાએ કરોળીયાના જાળા વિશે ઘણું સંશોધન કરીને આ વાત કહી છે. તેમની ઉપયોગીતા વિશે જણાવી તેઓ કહે છે. ખેતરમાં જીવાતોથી પરેશાન ન થાઓ તે સ્પાઈડર કુદરતની ભેટ છે. કરોળિયા માંસાહારી છે, તેઓ પાક ખાશે નહીં પરંતુ પાકને ખાતા જંતુઓ ખાવાથી જૈવવિવિધતાને સંતુલિત કરે છે.
પદ્મશ્રી બાબુલાલ દહિયાએ જૈવવિવિધતા અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું છે. પાકમાં જંતુનાશકોનો આડેધડ ઉપયોગ પ્રકૃતિને ખોરવી નાંખે છે.
ડાંગર અને અન્ય પાકોમાં જીવાત નિયંત્રણ માટે જંતુનાશકોના વધુ પડતા ઉપયોગ અંગે ચર્ચા કરી રહ્યા હતા. જંતુનાશકોનો ઉપયોગ વધ્યો ત્યારથી જંતુઓનો નાશ થયો છે. અન્ય પ્રકારના જંતુઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રકૃતિ પોતે જ હાનીકારક કિટકોનો અંકૂશ કરે છે. પૃથ્વીની હરિયાળી અને કુદરતી ચક્રનો નિર્દયતાથી જંતુનાશકોએ નાશ કર્યો છે.
સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું કરોળિયા માટે અનુકૂળ હોય છે. કુપોષણ બરછટ અનાજની અવગણનાનું પરિણામ છે. અનાજની અવગણનાનું પરિણામ કુપોષણ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોના રૂપમાં દેખાવા લાગ્યું છે. જંતુનાશકોનો ઉપયોગ પણ મોટા પાયે શરૂ થયો. જેના કારણે પ્રકૃતિના મૈત્રીપૂર્ણ જંતુઓ પણ સમાપ્ત થવા લાગ્યા અને ખાદ્ય સાંકળ ખોરવાઈ ગઈ.