આ છોકરો તેની મા સાથે રહેતો હતો. થોડાક સમય પહેલા તેના પિતાનુ મૃત્યુ થઈ ગયું હતું અને તેના લગ્નમાં ઘણી બધી પરેશાનિઓ આવી રહી હતી. ઘણા સમય પછી એક છોકરી એ લગ્ન માટે હા પાડી હતી બધા લોકો ખૂબ જ ખુશ હતા.
ધૂમધામથી સુરેશ ના લગ્ન થયા લગ્ન પછી તે છોકરીએ તેનો રંગ બદલી દીધો પહેલા તો તે સંસ્કારી હોવાનું નાટક કરતી હતી. લગ્ન પછી તે તેની સાસુની થોડીક પણ ઈજ્જત કરતી ન હતી. તે તેના પતિ સાથે અલગ રહેવા માંગતી હતી. પછી તે તેની સાસુને હેરાન કરવા લાગે છે.
અમુક સમયે સુરેશના પર્સમાંથી તેની મા ચોરી કરે છે તેવા ઈલજામ લગાવતી હતી. સુરેશ પણ તેની પત્નીની વાતોમાં આવીને તેની મા પર ગુસ્સો કરતો હતો. આ કારણે સુરેશની માની દીમાગી હાલત બગડતી હતી. આથી તેની પત્ની ના કહેવા પર તે તેની માને પાગલખાને મોકલી દે છે.
તેમની મા પર જે અત્યાચાર કર્યા હતા તેની અસર તેમના જીવનમાં પડવા લાગી. ધીમે ધીમે તે લોકો રોડ પર આવી જાય છે. ગરીબીના કારણે તેની પત્ની પણ તેને છોડીને જતી રહે છે. તે સાવ એકલો પડી જાય છે. ત્યારે તેને તેની માની યાદ આવે છે.
તેની મા ને મળવા માટે પાગલખાનામાં જાય છે. તેમને કોઈ લેવા માટે આવ્યું ન હતુ એટલે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા વૃદ્ધાશ્રમોમાં જાય છે તો તેને ખબર પડે છે કે કોઈક એ તેની માને એડોપ્ટ કરી લીધા છે. તેને તે માણસનું એડ્રેસ લઇને ત્યાં જાય છે.
એ માણસ એની માની સેવા અેવી રીતે કરી રહ્યો હતો તે જોઈને સુરેશ પણ હેરાન થઈ જાય છે. ચાંદીની થાળીમાં જમવાનું આપતો હતો તેમના પગ દબાવતો હતો સુરેશ તેની મા પાસે પહોંચીને માફી માગવા લાગે છે. માં તો માં હોય છે તેને માફ કરી દે છે. પરંતુ તેની સાથે જવાની ના પાડી દે છે.