ભારત ધાર્મિક દેશ છે ભારતમાં આજે અસંખ્ય મંદિરો આવેલા છે આ દરેક મંદિરમાં સાક્ષાત દેવી દેવતા બિરાજમાન છે ભારતમાં આવેલા મંદિરોમાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે આ બધા મંદિરો પોતાની એક અલગ વિશિષ્ટ ઓળખાણ ધરાવતા હોય છે આ મંદિરોમાં અવાર નવાર ચમત્કાર જોવા મળતા હોય છે આ ચમત્કાર જોઈને બધા લોકોને વિશ્વાસ થતો નથી પણ આ એક સાચી હકીકત હોય છે આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવી જેના રહસ્ય સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય
હનુમાન દાદાની જો સાચા મનથી ભક્તિ કરવામાં આવે તો તે પોતાના ભક્તને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો આપે છે તેથી તેમને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે તમે હનુમાન દાદાના ઘણા મંદિરો જોયા હશે તે દરેક મંદિરોમાં હનુમાન દાદાની મૂર્તિ સીધી હોય છે પણ આજે હું તમને હનુમાન દાદાના એક એવા ચમત્કારિક મંદિર વિશે બતાવીશ જ્યાં હનુમાન દાદા ની પ્રતિમા માથાના ભાગે ઊંધા ઉભા છે આ વિશ્વની એકમાત્ર પ્રતિમા છે જો હનુમાનજી ઊંધા ઉભા રહેલા છે
આ મંદિર મધ્યપ્રદેશના ઈન્દોર શહેર થી 30 કિલોમીટર ના અંતરે સંવર ગામમાં આવેલું છે આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે
આ મંદિર વિશે એક એવી માન્યતા જોડાયેલી છે કે જો કોઈ વ્યક્તિ ૩ કે ૫ મંગળવાર કે શનિવાર સુધી હનુમાનજીના દર્શન કરવા આવે તો તેની દરેક મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે મંદિરમાં હનુમાનજીને ચોલા ચડાવવાની માન્યતા પણ રહેલી છે
જ્યારે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે રાવણ પોતાનું રૂપ બદલીને ભગવાન રામની સેનામાં સામેલ થયો હતો જ્યારે રાતના સમયમાં બધા સૂઈ ગયા હતા ત્યારે રાવણ પોતાની માયાવી શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયા હતા જ્યારે હનુમાનજીને આ વાતની ખબર પડી ત્યારે રાવણ ને શોધતા તેઓ પાતાળલોક પહોંચ્યા અને ત્યાં હનુમાનજી અહિરાવણ નો વધ કર્યો અને શ્રી રામ અને લક્ષ્મણને પરત લાવ્યા હતા એવું માનવામાં આવે છે જ્યાંથી હનુમાનજી પાતાળ લોકમાં લઈ જવાયા હતા જ્યારે તેઓએ પાતાળલોકમાં પ્રવેશ કરવા માટે તેમના પગ આકાશ તરફ અને માથું ધરતી તરફ હતું આ કારણથી હનુમાનજીની ઊંધા સ્વરૂપ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી