ક્રિકેટ અને સિનેમાનો સંબંધ ઘણો જૂનો છે. શાહરુખ ખાનથી લઈને પ્રીતિ ઝિન્ટા સુધી ઘણા સેલિબ્રિટી છે જેમને ક્રિકેટ ખૂબ જ પસંદ છે અને તેમણે પોત પોતાની ટીમ માટે મોટો મોટી બોલી પણ લગાવી છે. શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા બંને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોત પોતાની ટીમોના માલિક છે. હવે આ લિસ્ટમાં વધુ એક બોલિવુડની સુંદર જોડીનું નામ સામેલ થવાનું છે. બોલિવુડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લઈને ચર્ચાઓનો બજાર ગરમ છે કે બંને હવે આલીશાન બંગલા બાદ IPL ટીમના માલિક બની શકે છે.
આગામી વર્ષે IPLમાં ઘણા બધા બદલાવ જોવા મળવાના છે. અત્યાર સુધી IPLમાં ૮ ટીમ રમતી નજરે પડતી હતી પરંતુ હવે ૮ નહીં ૧૦ ટીમ સામેલ કરવામાં આવશે. આઉટલુકના એક રિપોર્ટ મુજબ બોલિવુડ સુપરસ્ટાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ ટીમ ખરીદવાને લઈને રસ દેખાડ્યો છે. માહિતી મુજબ બોલિવુડ સુપરસ્ટાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માનચેસ્ટર યુનાઇટડ સાથે IPLની નવી ટીમ પર દાવ લગાવી શકે છે.
વઅત્યાર સુધી બે લોકો મળીને ટીમ ખરીદતા હતા પરંતુ હવે મલ્ટિપલ કંપનીઓ કે પછી કંસોર્શિયમ પણ નવી ટીમ માટે બોલી લગાવી શકે છે. બંને ટીમોની બીડિંગ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) કરશે. એ સિવાય અદાણી ગ્રુપ અને RP-સંજીવ ગોયેન્કા ગ્રુપ હવે નવી ટીમ ખરીદવા માટે ખૂબ રસ દાખવી રહ્યા છે. બોલીની પ્રક્રિયા સાથે જોડાયેલા એક ટોચના અધિકારીએ જણાવ્યું કે કેટલાક સીરિયસ બાયર્સ દુનિયાની સૌથી આકર્ષક લીગ પર પૈસા ખર્ચ કરવા માટે તૈયાર છે.
હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાની ટીમ ખરીદે છે તો શાહરુખ ખાન, જૂહી ચાવલા, પ્રીતિ ઝિન્ટા, શિલ્પા શેટ્ટી સાથે આ લિસ્ટમાં સામેલ થઈ જશે. IPLની 14મી સીઝન હાલમાં જ પૂર્ણ થઈ છે અને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૨૭ રનથી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. હવે આગામી વર્ષે જ્યારે બે વધુ ટીમ જોડાશે તો BCCI મેગા ઓક્શન કરાવી શકે છે જેમાં રિટેન્શનના સખત નિયમો લાગું કરવામાં આવી શકાય છે. જેના કારણે બે ટીમો પોતાની ટીમનું સંતુલન સારી રીતે બનાવી શકે છે.