હાલના હરીફાઈના જમાનામાં પુરુષો કરતા મહિલાઓ એક કદમ આગળ નીકળતી તેવું લાગી રહ્યું છે. આવા આધુનિક જમાનામાં દીકરીઓએ પોતાના પગભર થવું એ સારી વાત કહેવાય. દરેક એ આ વાતનું ગૌરવ લેવું જોઈએ. જીવનમાં દ્રઢનિશ્ચય હોય અને પોતાના પર વિશ્વાસ હોય તો કઈ પણ અણધર્યા ને ધાર્યું કરી શકાય છે. આવું ધાર્યું કરનારા જ સમાજમાં નામના મેળવે છે.
તો જાણો સામાન્ય પરિવારમાંથી આવતા જેમની બંને દીકરીઓએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેના માટે દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. દરેક જગ્યાએ પુરુષો કરતા સ્ત્રીઓ બાજી મારી રહી છે. સોશિયલ મીડિયા પર બે બહેનોની ખુબ જ વાહવાહી થઇ રહી છે. તે બંને બહેનોએ પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કર્યું છે. તેમને સખત મહેનત કરીને આ મુકામ પ્રાપ્ત કર્યું છે અને આ ઘટના દરેક માટે પ્રેરણારૂપ સાબિત થશે.
આ વાત ગુજરાતના બોટાદ જિલ્લાના રહેવાસી પરબતભાઈની દીકરીઓની છે. પરબત ભાઈ પોતે છકડો ચલાવીને તેમનું ઘર ચલાવે છે. દરેક બાપ માટે દીકરી જ સર્વસ્વ હોય છે. આ બંને બહેનોએ દિવસ રાત ખુબ સખત મહેનત કરી છે અને તેમના પિતાશ્રીએ પણ એવો જ સાથ સહકાર આપ્યો છે. ત્યારે તે બંને બહેનોને દેશની સેવા કરવાની ઉત્તમ તક મળી છે.
બંને દીકરીઓ રમત ગમતમાં હોશિયાર હતી અને તેમને બાળપણથી જ દેશ માટે કંઈક કરી બતાવવાની ઈચ્છા હતી. એક દિવસ એવો આવ્યો કે તેમને માતાની છત્રછાયા ગુમાવવી પડી. તેમ છતાં તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હતા. તમે સાંભર્યું હશે કે પિતાનો સાથ હોય તો અશક્ય પણ શક્ય બની જાય છે. તેમને પિતા તેમને જીવનમાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહેતા હતા.
તે બંને બહેનોને એક ઈચ્છા હતી કે તેમને ઇન્ડિયન આર્મીમાં જવું છે. તે માટે તેઓએ સખત મહેનત કરી અને તેમને તેમની ઈચ્છા પુરી કરી અને તે બંને બહેનો આર્મીમાં જોડાય છે. પરિવારમાં ખુશખુશાલનો માહોલ બની જાય છે.