રામ મંદિર માં ક્યારથી દર્શન કરી શકાશે, જાણો

trending

સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા બાદ રામ મંદિર નિર્માણ કેસમાં હવે સૌની નજર લાંબા સમયથી બની રહેલા મંદિર પર ચોંટી છે. રામભક્તો એવું ઈચ્છે છે કે, ઝડપથી રામ મંદિર બને અને લોકોને દર્શનનો લાભ મળી રહે. રામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા રામ મંદિર નિર્માણકાર્યના સૌથી નજીકના વ્યક્તિ હોવાનું મનાય છે. આ અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે એ અંગે પણ સ્પષ્ટતા કરી કે, જ્યારે ભાવિકો રામ મંદિરમાં રામના દર્શન કરી શકશે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, કેટલાક વર્ષો સુધી રામ મંદિરના ઢાચાને કોઈ નુકસાન નહીં થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચીવ અને રામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, ડીસેમ્બર ૨૦૨૩ સુધીમાં ભાવિકો મંદિરમાં રામ પ્રભુના દર્શન કરી શકશે. ભાવિકોને આ તક પ્રાપ્ત થશે. આ લક્ષ્યાંકને ધ્યાને લઈને મંદિરનું કામ અત્યારે ચાલી રહ્યું છે. મંદિર બનાવતી વખતે આવતા પડકારો અંગે કહ્યું કે,સૌથી વધારે પડકારજનક કામ મંદિર નિર્માણનું જ છે. પણ કપરો મુદ્દે ત્યાં નીચેની જમીનનો હતો. જ્યારે પરીક્ષણ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે, અહીં જે વાસ્તવિક માટી હોવી જોઈએ એ માટી તો છે જ નહીં. હકીકતમાં એ કાટમાળ હતો. પછી નિષ્ણાંતોએ કહ્યું કે, ૧૫ મીટર સુધી હજું પણ ખોદકામ કરવું પડશે. પછી રામ મંદિરવાળી જે જગ્યા છે ત્યાંથી માટી કાઢવામાં આવી અને પછી કામ ચાલું થયું. ખાસ વાત છે કે મંદિર નિર્માણ વખતે કોઈ પ્રકારના સ્ટીલનો ઉપયોગ બિલકુલ કરવામાં નહીં આવે. સિમેન્ટનો પણ ઓછામાં ઓછો ઉપયોગ થાય એવું આયોજન છે. અત્યાર સુધીના નિર્માણ કાર્યમાં સ્ટીલનો ક્યાંય ઉપયોગ થયો જ નથી. ૨૦ ટકાથી પણ ઓછી સિમેન્ટ વપરાય એવું આયોજન છે. અન્ય સામગ્રીમાં ફ્લાઈ એશ તથા અન્ય કેમિકલ તેમજ માટીનો પૂરતો ઉપયોગ કરાયો.

રામનવમીના દિવસે એક જ દિવસમાં પાંચથી સાત લાખ લોકો દર્શન કરી શકે એવી વ્યવસ્થા હશે. એક સેકન્ડમાં સાત લોકો સાથે દર્શન કરી શકશે. હવે પડકાર એ છે કે એક જ સેકન્ડમાં લોકો દર્શન કેવી રીતે કરી શકે? ભાવિકોને સંતોષ થાય, ધન્યતા અનુભવે એવા પ્રયાસો છે. આ માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવશે. સમગ્ર અયોધ્યામાં સ્ક્રિન મૂકવામાં આવશે. જેમાંથી સમગ્ર મંદિરના દર્શન થશે. સૂર્યકિરણોને સેન્ટ્રલાઈઝડ કરી પ્રભુ રામન માથા પર એ પડે એવા સાયન્ટિફિક પ્રયાસ છે. મંદિર નિર્માણમાં લાઈમ સ્ટન એ સમયની વાત છે જ્યારે કોઈ વિકલ્પ ન હતા. અત્યારે આપણી પાસે ઘણા વિકલ્પો છે. જેનો સીધો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *