દરેક વર્ષે કારતક મહિનાના અમાસના દિવસે દિવાળીનો તહેવાર માનવવામાં આવે છે. આ વર્ષે પણ ૪ નવેમ્બર આવનાર દિવાળીના તહેવારને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલા લોકો પોતાના ઘરની સારી રીતે સાફ સફાઈ કરતા હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે ઘરની સાફ સફાઈ પછી ઘણી એવી વસ્તુઓ હોય છે જેની આપણા જીવન પર ખુબ ખરાબ અસર પડે છે.
ઘરની અંદર ઘણીવાર અશુભ વસ્તુઓ રહી જાય તો લક્ષ્મીનો વાસ થતો નથી અને પૈસાની કમી રહેતી હોય તેવું અનુભવાય છે. તો જાણો એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં ન રાખવી જોઈએ.
તૂટેલો કાચ: તૂટેલા કાચને ઘરમાં રાખવાથી તેની બહુ ખરાબ અસર પડે છે તેને અને ઘરમાં રાખવો અશુભ પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં કાચની તૂટેલી વસ્તુઓ રાખવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા પેદા થાય છે. એવામાં તમારા ઘરમાં બારીનો કાચ, દર્પણ કે કાચની કોઈ વસ્તુ તૂટેલી હોય તો તેને દૂર હટાવી દેવી જોઈએ અને તે તૂટેલી વસ્તુ તમને ક્યારેક કોઈ ઈજા પણ પહોંચાડી શકે છે.
ઘડિયાળ: દીવાલ પર લગાવવાની ઘડિયાળ હોય કે હાથમાં પહેરવાની ઘડિયાળ હોય જો તે બંધ હોય તો તેને અશુભ માનવામાં આવે છે. ઘડિયાળને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘડિયાળ બંધ થવાથી કિસ્મત પણ બંધ થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર તમારા જોડે બંધ ઘડિયાળ પડી હોય તો તેને હટાવવી હિતાવત માનવામાં આવે છે.
તૂટેલી પ્રતિમા: ઘરમાં ક્યારેય દેવી દેવતાની તૂટેલી પ્રતિમાઓ ન રાખવી જોઈએ. આવી મૂર્તિઓ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. જો તમારા ઘરની તૂટેલી મૂર્તિ તો તેને કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જન કરી દો અને ઘરની અંદર નવી પ્રતિમા સ્થાપિત કરો.
તૂટેલા વાસણ: જો ઘરમાં તૂટેલા વાસણ હોય તો તે આપણું ભવિષ્ય બગાડી શકે છે તેવું માનવામાં આવે છે. ઘરના રસોડાની અંદર તૂટેલા વાસણ ન રાખવા જોઈએ કે તૂટેલા વાસણમાં કોઈને રસોઈ પણ ન પીરસવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે.