જ્યોતિષ શાસ્ત્રમાં કુલ ૯ ગ્રહ અને ૧૨ રાશિઓનું અધ્યયન કરવામાં આવે છે. દરેક રાશિનો પોતાનો સ્વામી ગ્રહ હોય છે. તે બધું વ્યક્તિના જન્મ, સમય અને નક્ષત્રો ના આધાર પર નક્કી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના ગ્રહો અને રાશિના આધારે તેના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા લોકો એવા હોય છે કે પોતાના સમાજથી અલગ રહેવું પસંદ કરતા હોય છે. તેમને તે વાતથી કોઈ ફર્ક પડતો નથી કે તેઓ શું કરી રહ્યા છે. તેવા લોકો હંમેશા ભીડ ભાડ થી દૂર રહેવાનું પસંદ કરે છે. આવા લોકોની માનસિકતા બીજા લોકો કરતા બિલકુલ અલગ જ પ્રકારની હોય છે અને તેઓ પોતાની માનસિકતાથી જ ચાલતા હોય છે. જાણો તેવી રાશિવાળા લોકો વિષે.
વૃષભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જયારે લોકો કંઈક વસ્તુ પસંદ કરતા હોય ત્યારે તે સસ્તી હોય અને તેને સાચવામાં પણ સહેલાઇ રહે જયારે વૃષભ રાશિવાળા લોકો એવી વસ્તુ પસંદ કરશે કે તે મોંઘી હોય અને તેને સાચવવાનો ખર્ચ પણ વધુ હોય. આ લોકો સસ્તું જીવન જીવવાનું બિલકુલ પસંદ નથી હોતું. તેઓ પોતાનું જીવન પોતાની રીતે આલીશાન જીવતા હોય છે.
કન્યા: આ રાશિના જાતકો જે સિડ્યુલ બનાવ્યું હોય તે પ્રમાણે અનુસરવાનું વધુ પસંદ કરતા હોય છે અને તેમને બનાવેલા ટાઈમ ટેબલ પૂરેપૂરું પાલન કરતા હોય છે. આ રાશિવાળા લોકો જે પણ કાર્ય કરે અથવા બીજા લોકો જોડે કરાવે તો પણ તે પુરે પૂરું હોય તેવું ઈચ્છે છે. તેમના આ વિચારો જ તેમને બીજા લોકો કરતા અલગ કરે છે.
ધન: જ્યોતિષ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ધન રાશિવાળા લોકો તેમની પાસે રહેલી જૂની યાદો જેવી કે સ્કૂલની બધી જૂની વસ્તુ માટે તેમના માટે એક વિશેષ સ્થાન હોય છે. તેઓ જૂની વસ્તુઓને સંભારીને રાખવામાં વિશ્વાસ રાખે છે. તેમને એવી વસ્તુઓ પસંદ પડે છે જે મૂલ્યવાન હોય અને તેનું પરિણામ મળી શકે. ખાસ કરીને તેમને એવી વસ્તુ પસંદ હોય છે જે બહુ આસાનીથી એટલે કે જલ્દી ન મળતી હોય.
મીન: આ રાશિના જાતકો હંમેશા પોતાની દુનિયામાં જ મગ્ન રહેતા હોય છે. તેમને તે વાતથી કોઈ ફર્ક નથી પડતો કે લોકો તેમના વિષે સુ બોલી રહ્યા છે કે સુ વિચારી રહ્યા છે. તેમજ આ લોકો સામાજિક રીત રિવાજનું પાલન કરવામાં પણ વિશ્વાસ રાખે છે. ખાસ કરીને તેઓ પોતાનો રસ્તો જાતે જ બનાવવાનું પસંદ કરે છે.