ભારત એક આધ્યાત્મિક દેશ છે ભારતમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખનારા લોકો દેશના ખૂણે ખૂણામાંથી મળી આવશે આજે પણ હિંદુ ધર્મમા મંદિરનું મહત્વ રહેલું છે હિન્દુ ધર્મના મોટાભાગના લોકો પોતાના દેવી-દેવતાની પૂજવા માટે મંદિરમાં જતા હોય છે આજે ભારતમાં નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે ભારતના દરેક મંદિરો પોતાની એક અલગ ઓળખાણ ધરાવે છે ભારતમાં આવેલા અમુક મંદિરો ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક છે આ મંદિરોમાં કેટલીકવાર એવા ચમત્કાર જોવા મળે છે કે તે ચમત્કાર જોવા વાળા લોકો પણ ચોંકી ઉઠે છે ભારતના કેટલાક મંદિરો ના રહસ્યો હજુ સુધી વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી આજે હું તમને હનુમાન દાદાના એક એવા મંદિર વિશે બતાવીશ જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય
મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લા માં પવનપુત્ર હનુમાન દાદાનું એક ચમત્કારિક મંદિર આવેલું છે આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ફુલ સ્પીડે નીકળતી કોઈપણ રેલવે મંદિર નજીક પહોંચતા આપમેળે ધીમી થઈ જાય છે
મધ્યપ્રદેશના ભોપાલ indore રેલવે ટ્રેક ઉપર બુલાઈ નામનો એક રેલવે સ્ટેશન આવેલું છે આ સ્ટેશનથી થોડે દૂર હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ હનુમાન દાદા ના મંદિર ને સિદ્ધ વીર ખેડા પતી હનુમાનજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ચમત્કારી મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં થી નીકળતી રેલવે જ્યારે આ મંદિર નજીક પહોંચે છે ત્યારે રેલવે અચાનક જ આપમેરે ધીમી પડી જાય છે
હનુમાનદાદાનું મંદિર ખૂબ જુનુ હોય તેમ માનવામાં આવે છે ચમત્કારી હનુમાન દાદા ના મંદિર ના દર્શન કરવા માટે હજારો ભક્તો રોજ આવે છે મંદિરમાં દર્શન કરવા આવતા દરેક ભક્તોની મનોકામના હનુમાનદાદા પૂર્ણ કરતા હોય છે હનુમાન દાદા આ મંદિરમાં હાજરા હજુર બિરાજમાન છે તેમજ કલિયુગના એક માત્ર જીવીત દેવતા હનુમાનદાદા છે મંદિરમાં હનુમાનજીની મૂર્તિની ડાબી બાજુ માં ભગવાન ગણેશ પણ બેઠેલા છે મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન કરવા ખૂબ લાભદાયી માનવામાં આવે છે.