દિવસની શરૂઆત સારી હોય તો દિવસ સારો રહેતો હોય છે. કોઈ નથી ઇચ્છતું કે તેનો દિવસ પરેશાન અને હેરાનગતિ વારો જાય. ક્યારેક એવું બને છે કે સમયસર ખાવાનું નથી મળતું કે નથી મળતું ચેન. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે સવારના સમયમાં કરેલી ભૂલોના કારણે આ તકલીફોનો સામનો કરવો પડે છે. જેનાથી મોટા ભાગના લોકો અજાણ હોય છે.
વડીલો આપણને ઘણીવાર ટકોરતાં હોય છે કે સવાર સવારમાં આમ ન કરો તેમ ન કરો તેવું તમે સાંભર્યું હશે. ઘણા એવા કામો છે કે જેને સવારમાં ઉઠીને ન કરવા જોઈએ. જાણો એવા કયા કામો છે જે સવારમાં ઉઠીને ન કરવા જોઈએ.
વ્યક્તિએ સવારમાં ઉઠીને પોતાના પરિવાર અથવા જીવનસાથી જોડે વાદ વિવાદ ન કરવા જોઈએ. આવું કરવાથી આખો દિવસ તનાવ ભરેલો રહે છે. દરેક વ્યક્તિ પરિવાર સાથે ખુશખુશાલ રહેવું જોઈએ. જે વ્યક્તિ સવારમાં ઉઠીને જૂઠું બોલે છે તેનો આખો દિવસ ખરાબ જાય છે. જો વડીલો ઘરમાં જૂઠું બોલશે તો તેમની જોડેથી બાળકો પણ એવું જ શીખશે.
શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સવારમાં ઉઠવાનો શ્રેષ્ઠ સમય બ્રહ્મમુહૂર્ત છે. જે વ્યક્તિ આ સમયે ઉઠી જાય છે તેનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. જે લોકો સૂર્યોદય પછી પણ ઊંઘેલા રહે છે તેઓ આળસુ થઇ જાય છે. ચાણક્ય એવું કહે છે કે સવારમાં ઉઠીને પરિવારના કોઈ પણ સભ્યનું અપમાન ન કરવું જોઈએ. સવારમાં કોઈનું અપમાન કરવાથી સંબંધોમાં તિરાડ પડતી હોય છે.
સવારમાં ઉઠીને વ્યક્તિ મોટા લોકોનું આદર સન્માન જારવવું જોઈએ. સવારના સમયમાં તમે ઉઠો એટલે ક્યારેય પણ ગુસ્સો ન કરવો જોઈએ. વ્યક્તિનો સૌથી મોટો શત્રુ હોય તો તે છે ક્રોધ. માટે સવારમાં ઉઠી આવા કામો ન કરવા જોઈએ. જો સવાર શ્રેષ્ઠ જાય તો આખો દિવસ આનંદમય નીવડે છે.