ભારતમાં હજારોની સંખ્યામાં દેવી દેવતાઓના મંદિરો આવેલા છે હિંદુ ધર્મ મંદિરનું એક વિશિષ્ટ મહત્વ સદીઓથી ચાલતું આવ્યું છે આ દરેક મંદિર પાછળ કઈક ના કઈક રહસ્ય છુપાયેલું છે આ મંદિરોમાં દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો આવતા હોય છે એવું કહેવાય છે કે મંદિરમાં જવાથી મનની શાંતિ મળે છે
હિંદુ ધર્મમા દરેક મંદિરમાં અલગ-અલગ દેવી દેવતા ની મૂર્તિ સ્થાપિત કરેલી હોય છે આ દરેક મંદિર પોતાની એક અલગ ઓળખાણ ધરાવતા હોય છે ભારતમાં આવેલા કેટલાક મંદિર સદીઓ પહેલાના હોય તેમ માનવામાં આવે છે આજે પણ આ મંદિરોમાં હજારો ભક્તો પોતાના સુખ દુઃખ લઇ ને આવતા હોય છે આજે હું તમને એક એવા મંદિર વિશે બતાવી જો ચિઠ્ઠી લખીને મૂકવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે
આ મંદિર મધ્ય પ્રદેશ ના દેવાસ માં આવેલું ટેકરીવાળા માં ચામુંડા અને તુલજા ભવાનીનુ મંદિર છે આ મંદિરમાં દૂર દૂરથી હજારોની સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા માટે આવતા હોય છે તે તમામ ની મનોકામના માં ચામુંડા અને તુલજા ભવાની પૂર્ણ કરતા હોય છે આ મંદિર માં ભક્તોનો પ્રવાહ સતત વહ્યા કરતો હોય છે તેમજ નવરાત્રી ના સમયગાળા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે
મંદિરમાં બંને માતાઓ જાગૃત સ્વરૂપે બિરાજમાન છે દૂર દૂરથી ભક્તો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે માતા ના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે મંદિરમાં માતાના બંને સ્વરૂપને નાની માં અને મોટી મા તરીકે પણ ઓળખવામાં આવે છે તુલજા દેવી ને મોટી માતા તરીકે અને ચામુંડા માને નાની માતા તરીકે ઓળખવામાં આવે છે આ બંને માતાઓ વચ્ચે સગી બહેન જેવો સંબંધ હતો આ જગ્યાએ બંને માતાઓ એક સાથે રહેતી હતી
એવું માનવામાં આવે છે કે બંને માતા વચ્ચે કોઈક વાતનો ઝઘડો થયો હતો અને માતાઓ પોતાનું સ્થાન છોડીને ચાલવા લાગ્યા હતા હનુમાન દાદા અને ભેરો બાબાએ બંને માતાઓના ગુસ્સાને શાંત કરવા અને ત્યાં જ રોકાઈ જવા વિનંતી કરી બંને માતાઓ જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં ત્યાં જ રોકાઈ ગયા