દિવાળીના દિવસોમાં દિવા કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દીવો તમે ઘી નો કે તેલનો પણ કરી શકો છો. દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મી પૃથ્વી ઉપર ફરતાં હોય છે. એટલા માટે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠી પાણીમાં થોડા ગંગા જળના ટીપા નાખી સ્નાન કરવું જોઈએ પીળા અથવા લાલ રંગના કપડા પહેરવા જોઈએ. પછી સૂર્ય ભગવાનને જળ ચડાવવું જોઈએ. પછી તમારી પૂજાઘરમાં માતા લક્ષ્મી અને પિતૃઓની પૂજા કરવાની માતા લક્ષ્મી અને પિતૃઓને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ.
તમારે તમારા જીવનમાં જે કઈ પરેશાની હોય તેને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં સુખ શાંતિ બની રહે. પિતૃદોષ હોય તો તમારા પિતૃઓને પ્રાર્થના કરવી કે તમારા જીવનમાંથી પિતૃદોષ દૂર થઈ જાય. સૌથી પહેલા ગાય માટે રોટલી કરવી જોઈએ અને બીજી રોટલી કુતરા માટે કરવી જોઈએ.
ગાયની રોટલી માં ગાયનું ઘી લગાવવુ રોટલીમાં ગોળ મૂકવો અને થોડા સફેદ તલ મૂકી આ રોટલી સૌથી પહેલાં ગાયને ખવડાવવી. અને ગાયને 11 વાળ પરિક્રમા કરવી. આપણા જીવનમાં પરેશાની હોય તે ગાય માતાને પ્રાર્થના કરવી કે બધી પરેશાની દૂર થઈ જાય.
કૂતરાની રોટલી માં ગાયનું ઘી લગાવવું રોટલીમાં ગોળ મૂકવો અને થોડા સફેદ તલ મૂકી સૌથી પહેલા એટલે માતા લક્ષ્મી અને પિતૃઓને અર્પણ કરવી જોઈએ. તમારી બધી જ મુશ્કેલીઓ ની પ્રાર્થના કરવી અમે આ રોટલી તમારે કાળા કૂતરાને ખવડાવવી અને કુતરા ને પગે લાગી તમારી પરેશાનીઓ દૂર થાય તેવી પ્રાર્થના કરવી. આવું કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહેતી હોય છે.