એક ખેડૂતની દીકરીની ખુબ ચર્ચા ચાલી રહી છે અને તે દીકરી સુરતની રહેવાસી છે. માત્ર ૧૯ વર્ષની છોકરી મૈત્રી પટેલ પાયલોટ બની ગયી છે. તે સૌથી નાની ઉંમરમાં કોમર્શિયલ વિમાનની પાયલોટ બની ગઈ છે. તેમના પિતાની લાડકવાઈ છોકરીને પાયલોટ બનાવવા માટે જયારે બેન્ક માંથી લોન ન મળી ત્યારે તેમને તેમની જમીન વેચી સપનું સાકાર કર્યું.
એક ન્યૂઝ ચેનલ અનુસાર, મૈત્રીને અમેરિકામાં વિમાન ઉડાડવાની ટ્રેનિંગ લીધી હતી. તે તેના બાળપણથી જ પાયલોટ બનવા માંગતી હતી. તેને ૧૨ માં ધોરણનો અભ્યાસ પૂરો કરીને મૈત્રીએ પાયલોટ બનવાની ટ્રેનિંગ લીધી. તેમના પિતા ખુડૂત ની સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં પણ કામ કરતા હતા.
આમ તો પાયલોટ બનવાની ટ્રેનિંગ પુરી કરવામાં ૧૮ મહિનાનો સમય લાગે છે. પરંતુ મૈત્રીએ આ કામ ફક્ત ૧૨ મહિનામાં કરી બતાવ્યું. તે પછી તેમને કોમર્સીઅલ વિમાન ઉડાડવાનું લાયસન્સ મળી ગયું. તેમનું કહેવું છે કે તેઓ ૮ વર્ષના હતા ત્યારથી પાયલોટ બનવાનું સપનું જોતા હતા. ૧૯ વર્ષની ઉંમરમાં આ સપનું પૂરું કર્યું. હવે તે કેપ્ટન બનવા માંગે છે.
તેમને બતાવ્યું કે ટ્રેનિંગ પુરી થયા પછી હું મારા પિતાને ફોન કરીને અમેરિકા બોલાવ્યા અને પછી ૩૫૦૦ ફૂટ ની ઊંચાઈ પરથી ઉડાન ભરી. તે તેમના માટે સપનું પૂરું થયું તેવી ક્ષણ હતી. હાલમાં તેમને ભારતમાં પ્લેન ઉડાડવા માટે ટ્રેનિંગ લેવી પડશે. માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં પાયલોટ બનીને મૈત્રી પટેલે દેશમાં સુધી નાની ઉંમરમાં કોમર્સીઅલ પાયલોટ બની ગયી.