ટૂંક સમય માં દિવાળીના તહેવારની શરૂઆત થવાની છે તેને લઈને બજારમાં રોનક જોવા મળે છે દિવાળીના પહેલા દરેક લોકો પોતાના ઘરની સાફ સૂફી કરતા નઝરે પડતા હોય છે દિવાળીનો સમય માતા લક્ષ્મીની પ્રસન્ન કરવાનો ખુબ શુભ સમય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દિવાળીના સમયે માતા લક્ષ્મી પોતાના ભક્તને આશીર્વાદ આપવા માટે સ્વયં આવતા હોય છે પણ જો તમારા ઘરમાં આ અશુભ વસ્તુ હોય તો માતા લક્ષ્મી તમારા ઘરે આવતા નથી તેથી ઘર માંથી આ અશુભ વસ્તુ બહાર ફેંકી દેવી જોઈએ જેથી આખા વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરે રહે
૧:- જો તમારા ઘરમાં બંધ કે ખરાબ થયેલી ઘડિયાર હોય તો તેને ધનતેરસના પહેલા રીપેર કરવો કે ઘરની બહાર કાઢી નાખો ઘણા લોકો ખરાબ થયેલી ઘડિયારને સાચવીને રાખતા હોય છે પણ બંધ ઘડિયારને ઘરમાં સાચવીને રાખવી અશુભ માનવામાં આવે છે ઘડિયારને રીપેર કરવો ક્યાં તો બહાર કાઢી નાખો
૨:- આપણા ઘરમાં તૂટેલા બુટ કે ચંપ્પલ રાખવા જોઈએ નહીં ઘણા જુના ચંપલ કે બુટ ઘરના એક ખૂણામાં મૂકીને રાખે છે પણ તેને સાચવીને રાખવું અશુભ માનવામાં આવે છે કરણકે તૂટેલા બુટ કે ચંપલ માં નકરાત્મક ઉર્જાનો વાસ વધુ રહેલો હોય છે તે આપણા ભાગ્ય ઉપર અસર કરી શકે છે
૪:- તૂટેલા વાસણ ઘરમાં રાખવા જોઈએ નહીં જો તમારા ઘરમાં તૂટેલા વાસણ હોય તો તેને ધનતેરસના પહેલા બહાર ફેંકી મુકો વસ્તુશસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તૂટેલા વાસણમાં ભોજન કરવું અશુભ કહેવાય છે તૂટેલા વાસણથી ઘરમાં લડાઈ ઝગડા થતા હોય છે જે ઘરમાં લડાઈ ઝગડા થતા હોય તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરતી નથી
૫:- ઘરના મંદિરમાં જો કોઈ દેવી દેવતાનો ફોટો કે મૂર્તિ ખંડિત થયેલો હોય તો તેની પૂજા કરવી જોઈએ નહીં આપણા શાસ્ત્રો માં બતાવ્યાંમાં આવ્યું છે કે જે મૂર્તિ ખંડિત થયેલી હોય તેમાં ભગવાન વાસ કરતા નથી