આ મંત્રનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. પરંતુ આ મંત્ર સાંભળવાથી પણ બધી મુશ્કેલી દૂર થાય છે. જેની પૂજાથી ઝડપથી ફળ મળે છે તે બજરંગ બલી છે. ભગવાન શિવના અગિયાર રુદ્ર રૂપ અને બધા જ સુખ વૈભવને આપી દેનાર હનુમાનજી છે.
હનુમાનજીની પૂજા કરવાથી જે કઈ તમારી ઈચ્છા હોય છે તે બધી જ પૂર્ણ થાય છે. એટલા માટે જ તો હનુમાનજીના ભક્તો વધારે હોય છે. ભગવાન રામ અને માતા સીતા એ વરદાન આપ્યું હતું કે તેઓ અમર રહીને જે પણ ભક્તો પરેશાન હશે તે તેમને મદદ માટે પહોંચી જશે.
હનુમાન ચાલીસામાં પણ હનુમાનજીના ખૂબ જ વર્ણન કરવામાં આવ્યા છે. હનુમાનજીના ભક્ત કોઈપણ પરેશાનીમાં હોય તો આ મંત્રનો જાપ કરવાથી તેમની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા કરવાથી માત્ર તન અને મનને મજબૂત કરતી નથી પરંતુ ધનને લગતી બધી જ પરેશાનીઓ પણ દૂર થઇ જાય છે.
હનુમાનજીનો આ ખાસ મંત્ર તમારે મંગળવારના દિવસે જપવાનો છે. મંગળવારનો દિવસ એટલા માટે કેમકે મંગળવાર હનુમાનજી ને સમર્પિત હોય છે. જો તમે માનતા હોય કે તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય તો મંગળવારના દિવસે આ મંત્ર ત્રણ વાર બોલો તો તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જતી હોય છે.
આ મંત્ર તમારે એકદમ શાંત જગ્યા માં જઈને અને બ્રહ્મ મુહૂર્ત પર જપવાનો હોય છે. બ્રહ્મ મુહૂર્ત સવારના 4 થી 6 વાગ્યા સુધી નુ હોય છે. આ સમયે દેવી શક્તિઓ જાગૃત હોય છે. આથી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થતી હોય છે. તો ચાલો જાણીએ આ મંત્ર વિશે
ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય ભક્તજનમન:
કલ્પના- કલ્પધ્રુવમાય દુષ્ટમનોરથ સ્તંભનાથ
પરભજન પ્રાપ્રિયાય મહાબલ પરાક્રમાય
મહાવિપત્તિનિવારણાય પુત્રપૌત્રધન ધન્યાદી
વિવિધ સંપતપ્રદાય સમદુતાય સ્વાહા
આ મંત્ર બોલ્યા પછી જય હનુમાન, જયશ્રીરામ નો જય કાર કરવાનો છે.