હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં માનનારો ધર્મ છે જેવા સારા એવા વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલ છે. ઘણી વાતોમાં વિજ્ઞાન પણ સહમત થયું છે. દરેક પરંપરાઓ વર્ષોના વર્ષો પછી અનુભવના આધારે નક્કી થતી હોય છે. ઘણીવાર લોકો પોતાના લાભ માટે ફસાવતા પણ હોય છે અને અંધ શ્રદ્ધા માં ડુબાડી દેતા હોય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત શોધવો મુશ્કેલ બનતું હોય છે.
જયારે આપણે ઊંડાઈ અને બારીકાઇથી જાણવા માટે વિશ્લેષણ કરીએ ત્યારે જાણવા મળે છે કે મોટાભાગના રીતરિવાજો પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ હોય છે. આજે તમને જણાવશું કે સપ્તાહ માં કેટલાક દિવસો એવા પણ હોય છે કે ત્યારે વાળ, નખ અને દાઢી કરાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે.
મંગળવાર, ગુરુવાર અને શનિવારે આપણે નખ ન કાપવા જોઈએ. મંગળવારે નખ કાપવાથી ભાઈઓ વચ્ચે અણબનાવ રહે છે અને તમે કોઈ સાહસ કરવા માંગો છો તો તેમાં તમને ઘભરાહટ અનુભવ થતો હશે. શનિવારના દિવસે નખ કાપવાથી ઉંમરમાં ઘટાડો આવે છે અને દરિદ્રતાનો વાસ થાય છે. ગુરુવારે નખ કાપવાથી શૈક્ષણિક નુકશાન થાય છે. નખ કાપવા માટે સૌથી સારા દિવસો રવિવાર, સોમવાર,બુધવાર અને શુક્રવાર માનવામાં આવે છે.
સોમવાર, મંગળવાર, ગુરુવારે અને શનિવારે વાળ કાપવાથી નુકશાનનો સામનો કરવો પડે છે. આ દિવસોમાં વાળ કપાવવાથી શિક્ષણમાં અડચણ આવે છે. વ્યક્તિનું મન ભટકતું રહે છે એટલે કે અપ્રસન્ન રહે છે. વાળ કપાવવાના શુભ દિવસોમાં રવિવાર, બુધવાર અને શુક્રવાર માનવામાં આવે છે. જેને મંગળ ગ્રહ નબરો હોય તેને આ દિવસે વાળ ન કપાવવા જોઈએ નહીં તો ખરાબ ફળનો સામનો કરવો પડે છે. દામ્પત્ય જીવનમાં ખેંચમતાણ રહે છે.
શનિવારે નખ કપાવવાથી શનિ ગ્રહની શક્તિમાં ઘટાડો થાય છે. મનમાં ખરાબ કામ કરવાના વિચારો આવે છે. નોકર ચાકરો કામ છોડીને જતા રહે છે. વાળ અને દાઢી માટે બુધવાર, શુક્રવાર અને રવિવારને ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન દાઢી કરાવવાથી સુખ સમૃદ્ધિ બનેલી રહે છે તેવું માનવામાં આવે છે.